________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કથા.
(૩૪૯) દાયણે તે બાલિકાને તેજ દિવસે પોતાની દીકરીને પ્રસવ થયો હતે. તેથી તેને ત્યાં ગુપ્ત રીતે પહોંચાડી દીધી. અનુક્રમે તે કન્યા તેને ત્યાં મોટી થઈ. હવે એક દિવસ તે કન્યા
પિતાની સમાન વયની સખીઓ સાથે રમતી દષ્ટગી . હતી. તેવામાં અતિ ભયંકર (રૂદ્ર) વિદ્યાના
સાધન માટે ઉત્તમ લક્ષણવાળી કન્યાની શોધમાં ફરતો ફરતો એક પેગી ત્યાં આવ્યું અને તેની દષ્ટિ તે બાળા ઉપર પડી. તેથી તે યોગી તે કન્યાને લેભાવી પોતાની સાથે સ્મશાનભૂમિમાં લઈ ગયો, અને અગ્નિમાં તેને હોમવાની તૈયારી કરતો હતો તેવામાં આ અસુરે તેને તે દુષ્ટના હાથમાંથી મુક્ત કરી, માટે હે કુમાર ! આ બાળાના વૃત્તાંત ઉપરથી કિંચિત માત્ર પણ આત્માની અંદર કષાય કરે નહીં. વળી પરિગ્રહ અને આરંભના ત્યાગી એવા મહાત્માઓ સર્વદા કષાથી દૂર રહે છે. કારણકે જ્યાં સુધી સમગ્ર હેતુઓની નિવૃત્તિ ન થઈ હોય ત્યાં સુધી કાર્યની નિવૃત્તિ થતી નથી. વળી જેઓ કષાયને સર્વથા ત્યાગ કરવા અશકત હોય તેઓએ અમુક અંશે પણ તેને ત્યાગ કરી અનુક્રમે કષાયે સર્વથા ક્ષીણ થાય તેવી રીતે યત્ન કરે. તેમજ જે બહુકમી છે એટલું પણ કરવાને અશકત હોય તેઓ કષાયના ત્યાગી એવા મહાત્માઓની સેવા કરવાથી ઉત્તમ પ્રકારની સ્થિતિ મેળવી શકે છે. એ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી કંઈક કર્મને ક્ષય થવાથી જાતિ સ્મરણ પામી તે બાલિકા બેલી, હે ભગવન ! આપના કહ્યા પ્રમાણે સર્વવૃત્તાંત મહને પ્રત્યક્ષ થયું છે. માટે હવે આપના ચરણ સિવાય હારૂં અન્ય કોઈ શરણ નથી. હે પરમ દયાલું !જેવી રીતે હું સર્વસંગથી વિમુકત થાઉં તેવી હારી ઉપર આપ કૃપા કરો. તે સાંભળી મુનીંદ્ર બોલ્યા, હે બાલે ! અદ્યાપિનિરૂપકમ એવું ભેગ્યકર્મ હારે ભેગવવાનું બાકી
For Private And Personal Use Only