________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં કૃતમંગલા નામે નગરી છે. તેમાં સર્વ જન
માન્ય અને બહુ ધનાઢ્ય એ ધન નામે બાળાને પૂર્વભવ. શ્રેણી રહેતું હતું, તેને જ્યસુંદરી નામે એક
બાળવિધવા પુત્રી હતી. વળી તે જયસુંદરીને પાંચ ભાઈઓ હતા. તેઓ નિરંતર તે બાળવિધવાની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. પરંતુ જયેષ્ઠ બંધુની સ્ત્રી તે જ્યસુંદરીની સાથે બરાબર ચાલતી હતી. તેથી જયસુંદરીએ પિતાના મોટા ભાઈને બીજી કન્યા પરણાવી અને પ્રથમની સ્ત્રીએ કરેલું કોઈપણ કાર્ય જેમ તેમ દુર્વચન બોલીને તે દૂષિત કરતી હતી, તેમજ તેને કોઈપણ કામમાં તે ગણતી નહોતી, તેવી જ રીતે સુંદરીને પણ તેની ભેજાઈ જુઠાં આળ મૂકી બહુ દુઃખી કરતી હતી એમ પર સ્પર નણંદ ભેજાઈને વૈર ચાલતું હતું, તેવામાં વિજળી પડવાથી તે બન્ને એક સાથે બળીને વ્યાધ્ર જાતિમાં વાઘણપણે ઉત્પન્ન થઈ. ત્યાં પણ પૂર્વભવના વૈરને લીધે એક બીજાને દેખવાથી યુદ્ધ કરી તે બન્ને વાઘણે મરણ પામી ત્રીજી નરકભૂમિમાં ઉત્પન્ન થઈ, અને ત્યાંથી નીકળી વિશેષ પરિણામને લીધે ભેજાઈને જીવ શૂરનરેંદ્રની સ્ત્રી રૂપે ઉત્પન્ન થયે અને નણંદને જીવ તેવા પરિણામવડે તેનાજ ગર્ભમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. ત્યાં પૂર્વભવના અભ્યાસથી ગર્ભ માં પણ તેના ઉપર તે દ્વેષ કરવા લાગી. વળી ગર્ભપાત માટે રાણીએ અનેક ઉપાય કર્યા, પરંતુ નિરૂપકમ(નિર્વિક્ત) આયુષ્ય હોવાથી તેના ગર્ભને પાત થશે નહીં. ગર્ભને સમય પૂર્ણ થવાથી રાણુને પુત્રી જન્મી. પણ તેને જોતાંજ રાણીનું હૃદય બળવા લાગ્યું. તેથી તેણુએ સૂતિકાકર્મ કરનારી સ્ત્રી (દાયણ)ને દ્રવ્ય આપી મરેલી પુત્રી જમી એમ પ્રસિદ્ધ કરાવી ગુપ્ત રીતે તે બાલિકાને કેઈપણ ઠેકાણે મૂકી આવવા માટે આજ્ઞા કરી. તે સાંભળીને
For Private And Personal Use Only