________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કથા
(૩૪૭) યેગપટ્ટ બાંધેલું હતું, તેમજ તે મુખમાંથી અતિ દારૂણ હુંકારા કાઢતું હતું, જેની આગળ કુંડમાં હામ કરેલા અગ્નિની મહેદી
જ્વાલાઓ દેખાતી હતી અને જેની ડાબી બાજુએ એક સુંદર બાલિકા બેઠી હતી એવા તે ગીને જોઈ મહે દેવીને કહ્યું, હે પ્રિયે! આપણે ક્ષણમાત્ર અહીં રોકાઈને જોઈએ કે આ પાખંડી શું કરે છે! એવામાં તે પાખંડીએ રૂદન કરતી તે બાળાને પોતે રચેલા મંડળની અંદર બેસાડી રક્ત ચંદનવડે તેના ભાલ સ્થલમાં અર્ચા કરી. ત્યારબાદ તેના કંઠમાં રત કરની માળા પહેરાવીને તેને અગ્નિમાં હેમવાની તૈયારી કરતા હતા, તેટલામાં મહું તેને તિરસ્કાર પૂર્વક કહ્યું કે, રે પાપિષ્ટ ! મૂઢ! આવું લોક વિરૂદ્ધ અનુચિત કાર્ય કરીને મારી આગળથી તું ક્યાં જઈશ? રેનિર્લજજ! શું તને લજજા નથી આવતી ! જેથી આ પાંચ ભૂતના દેહને ધારણ કરનારા આ અનાથ બાલિકાને મારવા રૂપ ઉભયલક વિરૂદ્ધ અકાર્ય આચરવા તૈયાર થયા છે ! એ પ્રમાણે હારૂં વચન સાંભળી બાળાને પડતી મૂકી તે દુષ્ટ પાખંડી જીવ લઈ ત્યાંથી પલાયન થયે. હું પણ દયાને લીધે તેને જતો કર્યો અને તે કન્યાને લઈ મહેંમ્હારી સ્ત્રીને સોંપી. દીવ્ય આકૃતિને ધારણ કરતી અને સંપૂર્ણ લક્ષણ યુકત તે કન્યાને પોતાના ખેાળામાં બેસાડી દેવી બેલી, હે સ્વામિન્ ! ખરેખર હું ભાગ્યવતી ગણાઉં, કારણકે દેવના ભવમાં પણ હું પુત્રીવાળી થઈ. મહે પણ કહ્યું કે હે દેવિ ! હારું કહેવું સત્ય છે, અન્યથા લાવણ્યરૂપી અમૃતના સિંધુ સમાન આવી માનુષી કન્યા કયાંથી હોય ? એમ કહી હું કેવલી ભગવાન પાસે ગયો. પછી તેમને નમસ્કાર કરી હું નીચે બેઠે. હારા હૃદયનો સંદેહ જાણ કેવલી ભગવાને પણ વાસુદેવના શ. ખના નાદ સમાન ગંભીર વાણવડે તે બાલિકાનું ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો.
For Private And Personal Use Only