________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ચારે તરફ પ્રકાશ આપે છે. બહુ કાંતિમય સોનાના સ્તન ઉપર મનોહર પુત્તલી સ્થાપના કરેલી છે. વળી સુંદર ભૂતલ ઉપર રચેલા સુગંધિત પુષ્પોને પ્રભાવ સર્વત્ર પ્રસરી રહ્યો છે. વળી જે પુર પેમાં લુબ્ધ થએલા ભમરાઓ ગુંજારવ કરતા પરિભ્રમણ કરે છે. અને જે ભમરાઓના મધુર શબ્દ વડે સર્વ દિશાઓ બધિરિત થઈ રહી છે, એવા તે દીવ્ય ભવનમાં વિવિધ અલંકારોથી વિભૂષિત, અને કાનમાં જેણે કુંડલ પહેરેલાં છે એ એક દીવ્ય પુરૂષને કુમારના જોવામાં આવ્યું. એટલે તરતજ તે દેવ બે, હે કુમારી હવે તારે કંઈપણ વિકલ્પ કરે નહીં, કેમકે કેઈ કારણને લીધે હું હને અહીં લાવ્યો છું. કુમાર બલ્ય, આ દેશનું નામ શું? અહીં રાજા કેણુ છે? વળી તમે કોણ છે? અને મહને અહીં તમે શા માટે લાવ્યા છે? તે સાંભળી દેવ બે, હે કુમાર! હારા પ્રશ્નોને ઉત્તર હું વિસ્તારપૂર્વક કહું છું તે તું સાવધાન થઈ સાંભળ. દેવ માયાથી આક્રીડાવન બનાવીને હું મહારી સ્ત્રી સાથે
_ હમેશાં અહીં કીડા કરૂં છું. હું અસુર અમિતગતિ એનિમાં ઉત્પન્ન થયો છું અને અમિતગતિ અસુર. એવા નામથી હું પ્રસિદ્ધ છું. તેમજ આ
વનને હું અધિપતિ છું. વળી એક દિવસ હું ચારણ મુનિ કેવલીને વંદન કરવા માટે મોટી વિભૂતિ સાથે દેવી સહિત રૈવતાચલમાં જતું હતું, તેટલામાં કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી ત્યાં સ્મશાન ભૂમિમાં બેઠેલે એક મેગી મહારા જેવામાં આવ્યું. જેના ભાલમાં રક્ત ચંદનનું તિલક કર્યું હતું અને શરીરે મૃગચર્મ ઓઢેલું હતું, તેથી તેના શરીરની આકૃતિ પ્રેત સમાન ભયંકર દેખાતી હતી, જેણે મસ્તકે બહુ વિચિત્ર મુકુટ ધારણ કરેલ હતું, તેથી તેના મસ્તકને અગ્રભાગ વિલક્ષણ દેખાવ આપતે હતો. શ્યામ સર્ષવ સમાન શરીર ઉપર જેણે
For Private And Personal Use Only