________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી કથા.
(૩૪૫) તેટલામાં વાનરી બેલી હે કુમારેંદ્ર! તે શત્રુ જરૂર મારા સ્વામીને મારશે. કારણ કે તે બહુ બળવાન છે. તેથી તેના મરણની વાર્તા મહારા સાંભળવામાં ન આવે તેટલામાં હું મહારા પ્રાણ ત્યાગ કરીશ. એમ કહી વાનરીએ તત્કાળ તે વાવમાં ઝંપાપાત કર્યો, તે જોઈ કુમાર ચિંતાતુર થઈ ગયે. હા ! મહારા શરણે રહેલી એવી આ વાનરીના મરણની ઉપેક્ષા કરવી તે હને ઉચિત નથી, એમ સમજી તેની પાછળ પોતાને પરિજન ન જાણે તેવી રીતે કરવામાં બહુ દક્ષ એ કુમાર તેને પકડવા માટે વાવમાં ઝંપાપાત કરે છે તેટલામાં વાનરી, વાવ કે તેની અંદર રહેલું જળ પણ અદશ્ય થઈ ગયું અને તે જગ્યાએ કેમળ તળાઈ વિગેરે ઉપકરણેથી વિભૂષિત એવા પલંગ ઉપર રહેલા પોતાના આત્માને કુમારે જે. એકદમ આવું આશ્ચર્ય જોઈ કુમારના સેવકે બહુ દુ:ખી થઈ ગયા. હવે શું કરવું? એમ વિમૂઢ બની તેઓ પોતાનું સૈન્ય જ્યાં પડ્યું હતું ત્યાં ગયા. અને મંત્રી વિગેરેને કુમાર સંબંધી સર્વ વૃત્તાંત તેમણે કહ્યું. ત્યારબાદ તેઓએ પણ હાથી, ઘોડા, રથવિગેરે સમગ્ર સૈન્યની તૈયારી કરી, તેમજ કેટલાંક શાંતિ કાર્યો કરાવ્યાં. કુમાર પણ ત્યાં અતિ રમણીય એવા દીવ્ય ભવનને જોઈ ચકિત
થયે.જે ભવનની અંદર સ્ફટિક રની ભીંતે દીવ્યભવન. ચણાવેલી છે. વળી તે ભિત્તિની અંદર
મણું રત્ન જડેલાં છે. ઝરૂખાઓમાં નિકળતા સુગંધમય ધૂપને ધુમાડે ફેલાઈ ગયું છે. વળી તે ધમશિખાને લીધે વિશુદ્ધ એવું આકાશમંડળ શ્યામવર્ણ થઈ રહ્યું છે. તેમજ ઉંચાણમાં બાંધેલી ધ્વજ પતાકાઓના આડંબરથી તેની બહુ રમણીયતા દેખાય છે. સુંદર ગમન કરતી દેવાંગનાઓના કડાં અને કંક
ના તુટી પડેલા મણિઓ વિવિધ પ્રકારે દીપે છે. તેમજ મણિ એની જટા સમાન સર્વત્ર પ્રસરતા સુવર્ણ સૂત્રના કિરણેને સમૂહ
For Private And Personal Use Only