________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કેટલાક હીનકમી છ દાસ રૂ૫ થઈ સ્વામી પાસેથી યાચના કરી ઉદરપૂર્તિ વિગેરે આજીવિકા ચલાવે છે. વળી તેઓ સ્વામીની આજ્ઞાને બહુ માન પૂર્વક વહન કરે છે. તેમજ આભિગિક દેવતાઓ પોતાના સ્વામી પાસેથી કંઈપણ ઈષ્ટ વસ્તુ મેળવી શક તા નથી. તેમજ કદાચિત્ પિતાના સ્વામીની આજ્ઞા બહાર ચાલે છે તે તેઓ બહુ શિક્ષાને પાત્ર થાય છે. જેમ બહુ વેદાનાઓથી પીડા પામતા નારક જી નરકવાસમાંથી નીકળવા માટે બહુ ઉત્સુક હોય છે, તેમજ તેઓ પણ ભવાંતરની બહુ ઈચ્છા કરે છે વળી કેટલાક જી વિશેષ અધ્યવસાયથી કંઈક વિશેષપણું પામે છે. પરંતુ તેઓ મહદ્ધિક દેના પિતાનાથી અધિક રૂદ્ધિ જોઈને બહુ ઈર્ષાલુ થાય છે. તેથી તેઓ રાગ દ્વેષમાં પડી સુખી થતા નથી. તેમજ જૈન ધર્મમાં પણ બુદ્ધિ કરતા નથી. તેથી તેઓ છેવટે શદ્રધ્યાન કરી ત્યાંથી ચવીને ફરીથી કુગતિમાં ચાલ્યા જાય છે. માટે હેભવ્યાત્માઓ ! અશેષ દુ:ખના નિધાનભૂત રાગ દ્વેષને નિગ્રહ કરવામાં તમે ઉઘુક્ત થાઓ. વળી તે રાગ દ્વેષને નિગ્રહ જૈન ધર્મનું સેવન કરવાથી જ થાય છે. તેમજ તે ધર્મ જીતેંદ્ર ભગવાને બે પ્રકારનો કહ્યો છે. પ્રથમ મુનિ ધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ, વળી મુનિધર્મ દશ પ્રકાર અને ગૃહિધર્મ બાર પ્રકાર છે. જેઓ મુનિ ધર્મ પાળવા માટે અશક્ત હોય તેમણે સમ્યકૃપ્રકારે દેશવિરતિને સ્વીકાર કરો. તેમાં પણ જેઓની શક્તિ ન હોય તેમણે દેશ માત્રથી પણ ગૃહિ ધર્મ પાળવો. કારણ કે વિધિપૂર્વક શ્રાવક ધર્મના પાળવાથી પણ ઉત્તમ દેવપણું, મનુષ્યપણું અને સમ્યકત્વપૂર્વક શુદ્ધ યતિ ધર્મની પ્રાપ્તિ થાય છે. વળી અભ્યાસવડે અનુક્રમે રાગદ્વેષનો નાશ થાય છે. ત્યારબાદ યથાખ્યાત ચારિત્ર પામી ઘાતિ કર્મોને ઉચછેદ કરી કેવલ જ્ઞાન પામે છે. તેમજ અંતે મોક્ષપદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દેશના રૂપી અમૃતનું પાન
For Private And Personal Use Only