________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિહમંત્રી કથા.
(૩૩૯) અસત્ય બોલવામાં અટકતા નથી, અતિ લોભને લીધે પરધન હરણ કરવામાં તત્પર રહે છે. પિતાને ઉત્તમ સ્ત્રી મળી હોય છતાં પણ ઉભય લેકની અપેક્ષા રહિત થઈ પરનારીઓ સાથે વિલાસ કરે છે. વળી બહુ જીના જેમાં ઘાત થાય છે તેવા અનેક પ્રકારના આરંભ કરે છે, અન્ય પાસે કરાવે છે અને પિતાના મુખે બીજાઓના આરંભની પ્રશંસા કરતે છતે હિંસકેની અનુમોદના પણ કરે છે. મિથ્યા અભિમાનને લીધે ભવરૂપી રંગભૂમિમાં નૃત્ય કરતે અનેક પ્રકારનાં પાપો ઉપાર્જન કરવાથી સ્વકૃત પાપના ઉદય વશ થઈ તે ઘર નરક સ્થાનમાં પરાધીન પણે અનેક પ્રકારની પીડાએ ભેગવે છે. ત્યાં પણ તે પ્રાણ રાગદ્વેષકરવાથી ઘોર પાપ ઉપાર્જન કરી તિર્યંચ યોનિમાં દુઃસહ વેદના અનુભવે છે. વળી ત્યાંથી નીકળી ફરી નરકમાં અને ત્યાંથી નીકળીતિર્યંચમાં એમ વારંવાર દુઃખ પરંપરાસહન કરી બહુ દીન થઈ સ્વતંત્રા રહિત મહા કષ્ટ કરી ધૂસરૂં અને સમેલના ન્યાય વડે અતિ દુર્લભ એ મનુષ્ય ભવ તે પામે છે. તેમાં પણ તે પ્રાણ પૂર્યોપાર્જીત દુષ્કૃતના પરિણામને લીધે વધ, બંધન, મરણ અને ધનાપહારાદિ મહા દુ:ખે ભગવે છે. તેમજ દારિદ્રય, દૌર્ભાગ્ય અને શોકાદિક બહુ આપત્તિઓથી વ્યાપ્ત અને દુકુલત્વની ચિંતાથી પરાજીત થઈ પિતાના મનમાં તે વિચાર કરે છે કે અહે! અન્ય ભવમાં હે એવું શું અઘેર પાપ કર્યું હશે? જેથી મહાઅઘોર દુઃખનું સ્થાનભૂત એવા મહને વિધાતાએ ઉત્પન્ન કર્યો. એમ ચિંતવતે તે જીવાત્મા ધર્મની બુદ્ધિવડે ફરીથી અધર્મની ઉપાસના કરી અનેક પ્રકારના કલેશને ભગવે છે. એમ કરતાં કેઈક જીવ અધમ દેવ નિમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કઈક વ્યંતર નિમાં ઉત્પન્ન થાય છે અને ચાકર ને ચાકર બની તેઓની આજ્ઞા પ્રમાણે તેને વર્તવું પડે છે. તે દુ:ખ ઘણું જ અસહા હોય છે. તેમજ મનુષ્યભવમાં પણ
For Private And Personal Use Only