________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨ )
શ્રી સુપાશ્વનાથ ચરિત્ર
સર્વ શુભ કાર્ય ના ભાક્તા થશે. અન્યથા સર્વ ગુણુ સપન્ન આવું શુભ મુહૂત્ત નજીકમાં કયાંથી આવે ? શાસ્ત્રમાં કહ્યુ` છે કે लघूत्थानान्यविघ्नानि, संभवात्साधनानि च । कथयन्ति गुरुं सिद्धिं, कारणान्येव कर्मणाम् ||
અ—“ શરૂઆતથીજ વિઘ્નરહિત જલદી ઉત્પન્ન થએલાં સાધના અને અન્ય કારણા દરેક કાર્યોની મ્હાટી સિદ્ધિને બતાવેછે.” ત્યારખાદ રાજાએ સેનાપતિ, સામત પ્રમુખને આજ્ઞા કરી કે ચંપાનગરીના પ્રયાણ માટે ચેાગ્ય પરિવાર લઈ કુમાર સાથે તમે તૈયાર થાએ. એટલામાં પશ્ચિમ દિશારૂપ પ્રાસાદમાં સૂર્ય ના પ્રવેશ થયે. અને ચંપાનગરી પ્રત્યે કુમારની સાથે સજ્જ થએલી રાત્રીએ ધારણ કરેલા અલંકાર હાયને શુ ? તેમ સ્ફુરણાયમાન કિરણાવડે દેદીપ્યમાન તારાએ શેાલવા લાગ્યા. તે સમયે કુમારે માંગલિક ઉપચાર કરી કુલદેવી અને માતપિતા વિગેરે પૂજ્ય વને નમસ્કાર કર્યાં ખાદ પિતાની આજ્ઞા લઇ હૃદયની શુદ્ધિ પૂર્વક અનુકુલ પવન ઉપરાંત શુભ શકુન તેમજ પરિજન વિગે રેની અનુકુલતાને જોઇ મુહૂત્ત પ્રમાણે ચતુરંગ સૈન્ય સહિત નગરમાંથી પ્રયાણ કર્યું. અશ્વની ખરીઓવડે ખેાદાએલી ધૂળના મિષવડે આકાશમાં વ્યાપ્ત થએલી પૃથ્વી કુમારના ગુણેામાં આસક્ત થઈછતી સૈન્યને છત્રરૂપ થઇ ગઈ. વળી માર્ગોમાં અનેક રાજાઓની ભેટ સ્વીકારતા કુમાર બહુ ગામ, નગર, પર્વત, ખેટ અને ક`ટાને આળગી સિદ્ધાર્થ નગરીની નજીકમાં ગયા, એટલે તે નગરના અધિપતિએ મેલેલા અધિકારીઓએ ત્યાં આવી વિનંતિ કરી કે હું કુમારેદ્ર ! આપના માટે આ ક્ષીર સરોવરની નજીકમાં મ્હેલ છે ત્યાં આપ કૃપા કરી પધારશે. તે સાંભળી તેઓ સાથે કંઇક ઉચિત વાર્તાલાપ કરતા કુમારે ત્યાં
For Private And Personal Use Only