________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી થા.
(૩૩૫) તે સમયે મહારી મૂકેલી પાદુકાઓ હું લઈ લીધી હતી તે પાદુકાઓ સે સેનૈયા લઇ હું મહને પાછી આપી હતી એ પ્રમાણે તું મહારો ઉપકારી છે તે ત્યારું વિસ્મરણ મને કેમ થાય? એમ તેની પ્રશંસા કરી રાજાએ પોતાના પગમાં પડેલા કરસના પૃષ્ઠ ભાગ ઉપર પિતાને જમણે હાથ મૂકી બહુ ઉત્સાહ આવે. ત્યારબાદ રાજાએ તેને શ્રીષેણ રાજાનું કુશલ વૃત્તાંત પૂછ્યું. ત્યારે કરભ બલ્ય, પ્રેમરૂપી અમૃતથી સંપૂર્ણ ભરેલા આપના હૃદયરૂપી ઈષ્ટ તીર્થમાં નિવાસ કરતા એવા મહારા સ્વામિનું સર્વદા કુશલ જ છે. પરંતુ મને અહીં મોકલવાનું કારણ તે એ છે કે જેના રૂપ અને ગુણેનું વર્ણન કરવું પણ અશક્ય છે એવી રત્નમાલા નામે તેમની પુત્રી છે. વળી બહુ શું કહેવું? સર્વ જગમાં અતિ રમણીય સ્ત્રી વર્ગ રચવામાં બહુ કુશળ એવા વિધિનું વિજ્ઞાન ચાતુર્ય કેવલ તે રત્નમાલામાંજ રહેલું છે, એમ હું માનું છું. તેમજ રત્નમાલાએ પણ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે કંઈપણ રાજા અથવા રાજકુમાર રાધાવેધ કરે તે જ મહને વરે. અને રાજાને અભિપ્રાય એ છે કે ભુવનમલ કુમાર મહારી પુત્રીને વરે તે એગ્ય ગણાય. પરંતુ તેમણે કુમારીનું વચન માન્ય કર્યું છે, કારણકે રાધા વેધ કરો તે ભુવનમલકુમાર માટે કંઈ પણ કઠિન નથી એમ જાણી શ્રીષેણ રાજાએ કુમારને તેડવા માટે આપની પાસે મહને મોકલે છે. માટે વિલંબ રહિત ભુવનમલ્લ કુમાર પોતાના દર્શનામૃતવડે અમારા સ્વામીની દષ્ટિ શાંત કરે એ પ્રમાણે આપ કૃપા કરે. હેમચંદ્ર રાજાએ જ્યોતિષિક તરફ દષ્ટિ કરી ત્યારે જતિ
ષિક બલ્ય, હે નરાધીશ! આજે સાયંકાળે ભુવન મહનું કુમારને પ્રયાણ કરવાનું મુહુર્ત સર્વ સિદ્ધિપ્રયાણ
એને આપવાવાળું બહુ ઉત્તમ છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે જરૂર કુમાર
For Private And Personal Use Only