________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર હેમચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. રૂપમાં રંભા સમાન સુકૃત, કાર્ય કરવામાં સદા ઉઘુક્ત, કદલી (કેળ)ના સ્તંભ સમાન સુંદર સાથળ જેની શોભી રહી છે અને સરલ સ્વભાવ છે જેને એવી રંભા નામે તેની સ્ત્રી છે. તેઓને ભુવનમલ નામે એક પુત્ર છે. વળી તે શાસ્ત્ર અને શસ્ત્ર કલાઓને પારગામી છે, તેમજ અગણ્ય ગુણેને લીધે પંડિત જનેને તે કુમાર બહુ માનનીય છે. વળી બાલ્યાવસ્થામાંથીજ સાથે ક્રીડા કરતો અને ભુવનમલ કુમારના હૃદય સાથે જડેલો હોય ને શું ? એ સિંહનામે શ્રીશેખર મંત્રીને પુત્ર તેને મિત્ર છે. વૈવન અવસ્થાને અનુભવતા ભુવનમહલ કુમાર એક દિવસ
રાજાની પાસે બેઠે હતે. તેવામાં ત્યાં કરભનું આગમન. દ્વારપાલ આવ્યો. અને પ્રણામ કરી વિનતિ
કરવા લાગ્યો કે હે દેવ ! દ્વારમાં આવી એક પુરૂષ ઉભે છે અને તે આપના દર્શન માટે ઈચ્છા ધરાવે છે, પરંતુ તે પિતાનું નામ જેહેર કરતો નથી. રાજાએ આજ્ઞા કરી કે જલદી તેને પ્રવેશ કરાવ. હુકમ પ્રમાણે દ્વારપાલે તત્કાલ તેને પ્રવેશ કરાવ્યું. આગંતુક તે પુરૂષ પણ રાજાની આગળ આવી ઉભો રહ્યો. રાજા હાસ્ય પૂર્વક બલ્ય, રે કરભ! તું પોતાનું નામ કેમ છુપાવે છે? ત્યારબાદ દંડવત્ પ્રણામ કરી તે બલ્ય, હે સ્વામિન! વિબુધ શિરોમણિ એવી પદવીને ધારણ કરતા એવા આપનાં વારણ લઈ હું બહુ ખુશી થાઉં છું. પ્રાતઃકાલમાં સ્મરણ કરવા લાયક એવા અમારા રાજાની મહેાટી બેન રંભા દેવીના લગ્ન સમયે શ્રીષેણ રાજાની મેજડી ઉપાડનાર એવા હને બાલ્યાવસ્થામાં આપે જેએલો છતાં આજે હુને ઓળખે એટલું જ નહિ. પણ હજુ સુધી મહારૂં નામ પણ આપને વિસ્મરણ થયું નથી તે મોટું આશ્ચર્ય છે. તે સાંભળી હેમચંદ્ર રાજા બે, હેકરભ!
For Private And Personal Use Only