________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસશ્રેણી કથા.
( ૩૩૩ )
કુમારને સ્થાપન કરી પાતે કેવળ ધર્મ પરાયણ થયા. ખાદ હમ્મેશાં પવિત્ર થઇ રત્નમયી જીનપ્રતિમાની ભક્તિપૂર્વક પૂજા કરી વંદન કરતા છતા આયુષની સમાપ્તિ કરી સમાધિપૂર્વક કાળ કરીને સહસ્રાર દેવલેાકમાં તે ઇંદ્ર થયા. ત્યાંથી ચવી ભરતક્ષેત્રમાં રથવીરનગરમાં ધર્મરાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થઈ તે પ્રથમ વયમાં દીક્ષા પાળી કર્મ કલકથી નિમુક્ત થઇ નિર્વાણું પદ પામ્યા. इति प्राणातिपातप्रथमाणुव्रतेचतुर्थातीचारेऽतिभारारोपणोदाहरणे सुलश्रेष्ठिकथानकं समाप्तम् ॥
**
सिंहमंत्रीनी कथा.
---
પાંચમ ભક્તપાનવ્યવચ્છેદાતિચાર.
દાનવીય રાજા પ્રભુને પ્રણામ કરી મેલ્યા, હું ભગવન્ ! ચેાથા અતીચારનુ વૃત્તાંત સાંભળી તે પંચમઅતીચાર, પ્રમાણે તે અતિચારના ત્યાગ કરવાથી પ્રાણી સુખી થાય એમાં કંઈપણ સ ંદેહ નથી; પરંતુ હવે પાંચમા સ્મૃતીચારનું સ્વરૂપ સંભળાવા જેથી અમારી સદ્ગતિ થાય. શ્રીસુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! કારણસર અથવા કારણ વિના જે મનુષ્ય જીવાત્માઓના ભાજન પાનાદિકને વિચ્છેદ કરે છે તે પુરૂષ સિંહની માફક સંસારરૂપી વનમાં વારવાર ભ્રમણ કરે છે. જેમકે સુંદર વિલાસવાળી ગંગા નદીના ઉજ્જવલ પ્રવાહરૂપ હારને ધારણ કરતી પૃથ્વી રૂપી સ્ત્રીના સુખ સમાન કુસુમપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં સજ્જન રૂપી કુમુદ રાશીને વિકાસ કરવામાં ચંદ્ર સમાન અને વિરોધિ રાજાઓની સ્ત્રીઓનાં મુખરૂપી કમલેાને મીચાવવામાં હિમ સમાન
For Private And Personal Use Only