________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસષ્ટિ કથા.
(૩૨૯) રાજાને જણાવ્યું કે મહારે પણ મુનીંદ્રને વાંદવા છે. પછી રાજાની આજ્ઞાથી પિંગાક્ષ વંદન કરી ત્યાં આગળ બેઠે, તેટલામાં સુલસ મંત્રી પણ ત્યાં આવી વિનયપૂર્વક દેશનામાં એકચિત્ત વાળો થઈ નીચે બેઠે. ત્યારબાદ મંદરાચલથી મંથન કરાતા સમુદ્રના નાદને અનુસરતા સ્વરવડે કેવલી ભગવાને સુરાસુરની સભામાં ધર્મ દેશનાને પ્રારંભ કર્યો. હે ભવ્યપ્રાણીઓ ! પ્રચંડ પવનથી કંપાયમાન કમલપત્ર ઉપર રહેલા જલબિંદુની માફક ચંચલ એવાં શરીર, યૌવન અને સ્ત્રીઓ ઉપર મોહ ધારણ કરવાથી પ્રાણીઓને અપૂર્વ પ્રતિબંધ થાય છે. જેની અંદર પ્રવૃત્ત થએલા તે મૂઢ જીવાત્માઓ પિતાની બુદ્ધિથી શરીરાદિકને શાશ્વત (સ્થિર) માને છે અને તેથી કરીને શરીરાદિકના ઉપચારમાં જ તેઓ આસકત રહે છે. તેમજ નિ. રંતર ધર્મ સેવનમાં બહુ પ્રમાદ સેવે છે. વળી ગુરૂમહારાજ ધર્મને ઉપદેશ આપી તે પ્રમાણે વર્તવા ભલામણ કરે છે છતાં પણ તેઓ ગુરૂની અવહેલના કરવા ચુકતા નથી. તેમજ વળી પ્રમાદ, મેહ અને રાગાદિક કારણોને લીધે કેટલાક લોકો ગુરૂઓ પાસે જઈ શકતાપણું નથી. તેમજ કેઈ સમયે જેનમંદિરમાં પણ તેઓ જતા નથી. કોઈ કારણને લીધે કોઈના ઉપરોધથી કદાચિત તે દુર્મતિએ જૈનમંદિરમાં જાય તે પણ ભવિતવ્યતાને લીધે રાગાદિક કથાઓમાં આસક્ત થઈ તેઓ બીજાઓને પણ પૂજા વંદનાદિકમાં વિદ્ધભૂત થાય છે. માટે તેવા જીવોને મોક્ષ સુખના કારણભૂત એવી સર્વ વિરતિની પ્રાપ્તિ તો બહુ દુર્લભ હોય છે, પરંતુ દેશ વિરતિ પણ સુલભ થતી નથી. તેમજ સમ્યકત્વની પ્રાપ્તિ પણ બહુ અશક્ય થઈ પડે છે, અથવા ઉત્તરેત્તર ગુણેનું મૂળ કારણ એવું સમ્યકત્વ પણ તેઓને દુર્લભજ હોય છે. તે સાંભળી રાજા વિનયપૂર્વક બેલ્વે, હે ભગવદ્ ? કૃપા કરી મને સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવો. તેથી કેવલી ભગવાને પણ વિસ્તારપૂર્વક સમ્યક્ત્વનું સ્વરૂપ
For Private And Personal Use Only