________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તેમજ દેવીના પ્રલાપ બહ જેસથી મહારા સાંભળવામાં આવ્યા. તે સાંભળી અમે તે આરક્ષકે બતાવેલા માર્ગે તેની પાછળ ચાલ્યા. માર્ગમાં રાણીનાં મોતિકાદિક વેરાએલાં હતાં, તેથી તે ચિન્હના અનુસારે અમે અહીં આવ્યા અને અહીંયાંથી આગળ કંઈ પણ નિશાની નહીં દેખાવાથી અમે અહીં આગળ અટકી ગયા. બાદ સૂર્યોદય થયે, છતાં પણ કંઈ નહીં સુઝવાથી અમે ખિન્ન થઈ અહીં ઉભા રહ્યા, તેટલામાં આપનાં દર્શન થયાં. તેમજ રાણીનાં પણ દર્શન થયાં. આ હેટું આશ્ચર્ય શાથી થયું? વળી હે નાથ! આ બદ્ધ પુરૂષ કોણ છે? વિગેરે પૂછવાથી રાજાએ પોતાના પ્રયાણથી આરંભીને તેઓના સમાગમ સુધીનું સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. ત્યારબાદ રાજાએ સુલસ શ્રેષ્ઠીને આજ્ઞા કરી કે આ ભેંયરાની અંદર જેઓની જે વસ્તુઓ હોય તે તેઓને પાછી સપી દે અને બાકીને માલ આપણા ભંડારમાં રાખે. તેમજ આ યુવતિઓને પણ પોતપોતાને ઘેર પહોંચાડે. અને તેઓને કઈ પ્રકારે અડચણ ન આવે તેવી રીતે બંદેબસ્ત કરે, મંત્રીએ તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરીને સર્વને સંતુષ્ટ કર્યા. રણરંગમલ્લ રાજા હસ્તી ઉપર બેસી પોતાના નગરભણી ચાલે,
પિંગાક્ષ ચારને પણ પોતાના સૈનિકોને સ્વાનગરપ્રયાણ. ધીન કરી પોતાની સાથે ચલાવ્યો, સૈન્ય
સહિત રાજા માર્ગમાં ચાલતા હતા તેવામાં ત્યાં સુવર્ણ કમલ ઉપર બેઠેલા જગનંદન નામે કેવલી ભગવાનનાં તેને દર્શન થયાં. તે પ્રસંગે કેવલી ભગવાન પોતે ભવ્ય પ્રાણુંએને ઉપદેશ આપતા હતા, તે જોઈ રાજા પણ તત્કાલ હાથી ઉપરથી નીચે ઉતરી મુનિના ચરણકમલમાં ત્રણ પ્રદક્ષિણપૂર્વક વિધિ સહિત વંદન કરી ધર્મદેશના સાંભળવા માટે નીચે બેઠે. તેમજ સામેતાદિક સર્વ લોકો પણ પ્રણામ કરી પિતાના અધિકાર પ્રમાણે નીચે બેસી ગયા. ત્યારબાદ પિંગાક્ષે પણ પ્રાર્થના કરી
For Private And Personal Use Only