________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસશ્રેષ્ટિ કથા.
(૩૨૫) આનંદ આપનાર એવા હે પૃથ્વીનાથ ! યુવતિવચન. તમે અહીં કયાં આવ્યા ? અહીથી જલદી
તમે ચાલ્યા જાએ તે બહુ સારું; કેમકે જેને આ પ્રાસાદ અમને બહુ દુ:ખદાયક થયો છે એ તે પાયિક ચર અહીં નથી આવ્યું ત્યાં સુધી સારું છે. તે સાંભળી રહુરંગમલ્લ રાજા બે , હે યુવતિ? આ ભવન કેવું છે? અને તે કોણ છે? તેમજ આ નવીન વનવાળી રમણું ઓ કોના તાબામાં છે? વળી તેઓમાં કેટલીક કરૂણ સ્વરે ગાયન કરે છે અને કેટલીક રૂદન કરે છે તેનું શું કારણ? તે સંબંધી સર્વ વૃત્તાંત જલદી તું હને નિવેદન કર. તે સાંભળી તે યુવતિ બલી-હે સુભગ! આ સ્થાન પાતાલગ્રહ એવા નામથી ઓળખાય છે અને આ પ્રાસાદને અધિપતિ પિંગાક્ષ નામે એક ચોર છે તે એ પ્રચંડ પ્રકૃતિને છે કે બેચર તથા અસુરને પણ અજેય છે. વળી તે પિતાના ભુજબળવડે સારી સારી વસ્તુઓને લુંટી લાવી અહી એકઠી કરે છે. તેમજ જે જે યુવતિઓ એને પસંદ પડે છે તે સર્વેને અહીં લાવી આ પાતાલ ભવનમાં મૂકે છે. વળી તેને એ નિયમ છે કે સૂર્યોદય થાય છે ત્યારે તે અહીં આવે છે અને સર્વ યુવતિઓને બહુ દુ:ખ દે છે. તેમજ રાત્રી પડે છે ત્યારે બહાર નીકળી નગરમાં જઈ લુંટફાટ કરે છે. તેના બહાર ગયા પછી જે કોઈ સ્ત્રી બહાર નીકળીને કઈ સ્થાને જાય અને તે હેના જાણવામાં આવે તે તે સ્ત્રીને તે દુષ્ટ પાછી અહીંયાં લાવીને બહુ પીડા આપે છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે જે હારૂં નગર લુંટે છે તેજ આ ચાર છે. માટે હાલ હું એનું પરાક્રમ તો જોઉં, એમ નિશ્ચય કરી રાજા ત્યાં ઉભે હતું, તેટલામાં તે પિંગાક્ષ ચાર હેટા શબ્દથી પોકાર કરતી તેની રાણીને પકડી લાવી તેમજ તેની ઉપર ખર્ક ઉગામી તેને બીવરાવતે છતે ત્યાં આગળ આવ્યું. અકસ્માતું રાજાએ તેને જોઈ ધિક્કાર આપે અને
For Private And Personal Use Only