________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. * આજે ચોરને પકડ” એવી દીવ્ય વાણીનું સ્મરણ કરી
રાજા ચેરની શેાધ માટે તૈયાર થયે અને રાજાનું સાહસ. પિોતાનો પરિવાર ન જાણે તેવી રીતે હાથમાં
ખડ્ઝ લઈ રાત્રીના સમયે એકલે ચાલી નીકળે. નગરની બહાર આવી ઉત્તર દિશા તરફ તે ચાલતું હતું તેવામાં કિલકિલ શબ્દ કરતી ભૈરવ (ચીબરી) ડાબી બાજુએ તેણે સાંભળી. તેથી રાજાએ તે માર્ગ છેડનહીં અને જાણ્યું કે આજે જરૂર આ કાર્ય સિદ્ધ થશે. એમ જાણીને બે ગાઉ આગળ ચાલ્યો એટલામાં ત્યાં એક ઑટે વડ આવ્યું જેથી તેની નીચે તે બેઠે, અને ચારે તરફ નજર કરતા હતા તેટલામાં તે વડની પિલાણને ભાગ તેના જોવામાં આવ્યું. તેથી તે ઝટ ઉભે થઈ તે પિલની પાસે ગયે તે તેમાંથી નીકળતી કપુર, કસ્તુરી, બરાસ વિગેરેની ઉત્કૃષ્ટ સુગ ધીવડે રાજાની નાસિકા પૂરાઈ ગઈ. તેથી રાજાએ સુગંધને અનુસાર તે કેટર (પોલ) ની અંદર તપાસ કર્યો તે તેની અંદર અનેક પ્રકારના વિલાસ યુક્ત અને શ્રવણેદ્રિયને સુખદાયક એવા રમણુઓના આલાપ તેના સાંભળવામાં આવ્યા. ત્યારબાદ રાજાએ તે શબ્દના અનુસારે પલની અંદર પ્રવેશ કર્યો. અને થોડે આગળ ચાલ્યા કે તરતજ અનેક રત્નોની કાંતિવડે દિશાઓમાં ઉદ્યોત આપતો. એક હોટે ભવ્ય પ્રાસાદ તેણે જોયે, તેથી તે રાજા બહુ વિસ્મય પામ્યા, અને કેતુક જોવા માટે તેણે તે પ્રાસાદના દ્વારની અંદર પ્રવેશ કર્યો. તેવામાં જેનાં નેત્ર અને નિતંબભાગ બહુ વિશાળ હતા, રૂપવડે કામદેવની સ્ત્રી (રતિ) નો તિરસ્કાર કરતી અને રત્નમય આભરણેની કાંતિવડે ભરપૂર એવી એક યુવાત રાજાના જોવામાં આવી. તે યુવતિ પણ નેત્રોને આનંદદાયક એવા તે રાજાનું સ્વરૂપ જોઈ ચિત્રની માફક ક્ષણમાત્ર સ્તબ્ધ થઈ ગઈ.
બહુ શોકાતુર થઈ તે યુવતિ બેલી–રમણએના નેત્રને
For Private And Personal Use Only