________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસચેષ્ટિ કથા.
(૩ર૩) નગરવાસી મુખ્ય પુરૂષે વસ્ત્ર ઉંચા પકડી દેડતા. નગરવાસીઓને સભામાં આવી રાજાને પ્રણામ કરી બોલ્યા, હે પિકાર, રાજન ! કેઈક સાહસિક પુરૂષ પ્રાયે રાત્રિના
સમયે જાગતા છતાં પણ કોને લુંટીને ચાલ્યો જાય છે, તે વાતને આજે લગભગ છ માસ થઈ ગયા, પણ હજુ તે શાંત થતો નથી અને દિવસે દિવસે તેને ત્રાસ બહુ વધતું જાય છે. તેથી સમગ્ર નગરના લેકે મહાટા દુઃખ સાગરમાં આવી પડ્યા છે. કેઈની સ્ત્રી તે કેઈની સુંદર રૂપવતી કન્યા ઉપાડીને નિર્ભયપણે તે ચાલ્યા જાય છે. હે સ્વામિન? હવે વધારે શું કહીએ? રવસુવકૃદિક ધન તો એટલું બધું લઈ ગયો છે કે જેની ગણત્રી પણ નથી. તે સાંભળી રાજાએ તત્કાલ આરક્ષક તરફ દષ્ટિ કરી. એટલે
આરક્ષક પ્રણામ કરી વિનયપૂર્વક બોલ્યા, હે રાજઆજ્ઞા. રાજાધિરાજ? આ સર્વ લોકેનું કહેવું સત્ય
છે. તે સાંભળી રાજા બોલ્યા. શું આ પ્રસિદ્ધ ચાર હારાથી અજ્ઞાત હશે? એમ નરેંદ્રનું કટાક્ષ વચન સાંભળી આરક્ષક બેલ્યા, હે પૃથ્વીનાથ? શું હું જાણતો હોઉં તે ઉપેક્ષા કરૂં ખરે? કારણકે તે ચાર એ મજબુત છે કે એકાકી આકાશ માગે આવી બહુ ભારે વસ્તુ પણ એકલે ઉઠાવી ઝટ ચાલે જાય છે. એમ તે બોલતે હતા તેવામાં આકાશવાણી થઈ કે હે રાજન્ ? આજે તે ચારને તું પોતે જ પકડ. એ પ્રમાણે દીવ્ય વાણી સાંભળી રાજાએ વિચાર કર્યો કે આ દીવ્ય વાણું અસત્ય ન હોય. માટે હું ઉદ્યમ કરીશ તે જરૂર આજે આ ચારને હું પકડીશ. એમ નિશ્ચય કરી નાગરિક લોકોને તેણે કહ્યું કે તહારે હવે કંઈ પણ ભય રાખવો નહીં. અને સુખેથી તમે તમારા પોતપોતાનાં કાર્ય કરો. હવે આ કાર્યની ચિંતા માત્ર મનેજ છે. એમ કહી. રાજાએ તેઓને શાંત કરી સત્કાર પૂર્વક વિદાય કર્યો.
For Private And Personal Use Only