________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૨)
-
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, सुलसश्रेष्ठीनीकथा.
- ચતુર્થ અતિભારારોપણતિચાર.
દાનવીર્ય રાજા બે, હે જગતપ્રભ ? હવે ચોથા અતિચારનું સ્વરૂપ કૃપા કરી આપ સમજાવે કે જેથી કરીને મારા જેવા અનેક જીવાત્માઓ સુખી થાય. શ્રીમન્સુપાર્શ્વપ્રભુ બેલ્યા–હે રાજન્! ધર્મ ઉપર હારી ઉત્તમ પ્રકારની શ્રદ્ધા જોઈ હું બહુ પ્રસન્ન થયો છું, તેથી હારા પ્રશ્નનો ઉત્તર તું સાવધાન થઈ શ્રવણ કર. નિર્દય થઈ જે પુરૂષ બહુ ભાર ભરીને જીવને દુઃખી કરે છે તે મ નુષ્ય સુલસ શ્રેષ્ઠીની પેઠે જન્માંતરમાં પણ બહુ દુઃખી થાય છે. જેમકે રાજભવનરૂપી ઉત્તમ નાભિ (ચકને મધ્ય ભાગ) છે જેની, ઉન્નત કિલ્લારૂપ છે નેમિ (ચકધારા) જેની અને ભરતક્ષેત્રરૂપ રથના ચક સમાન ચકપુર નામે નગર છે. તેમાં નિરંતર યાચકોને દાન આ પવામાં બહુ ઉદાર એ રણરંગમલ્લ નામે રાજા છે. કીડા વિલાસના મુખ્ય મંદિર સમાન લલિતા નામે તેની પટ્ટરાણી છે. વળીતે નગરમાં સર્વે જનના નેત્રરૂપ, તેમજ કમલદલને અનુસ
રતી છે દષ્ટિ જેની વળી વિશેષ કરીને અધર્મની સુલસશ્રેષ્ઠી. ઈચ્છાવાળ, અતિ ગામિથ્યાષ્ટિ, સર્વદા
સંતોષ રહિત, દરેક કાર્યમાં અગ્રેસર અને નરેંદ્રને પોતાના હૃદય સમાન વલ્લભ સુલસ નામે શ્રેણી છે, તે રાજાને ખાસ આત્મીય હોવાથી દરેક કાર્યમાં રાજાએ તેના ઉપરજ વિશ્વાસ રાખે છે. તેથી ત્ય, મંત્રી કે મિત્ર તરીકે દરેક કાર્ય તેના સિવાય કોઈ પણ મંજુર કરી શકતું નથી, તેમજ ભેજન શયન વિગેરે દરેક કિયાએ તે રાજા તેની સાથે જ કરે છે.
એક દિવસ રણુરંગમલ રાજા સભામાં બેઠેહતે, તેવામાં કેટલાક
For Private And Personal Use Only