________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાહડમત્રિ કથા.
( ૩૨૧ )
કરવું, છરી વડે પેાતાનું ઉદર ચીરવું, પતના શિખર ઉપરથી ઝ પાપાત કરવા, તીક્ષ્ણ ખડુની ધારા ઉપર ચાલવું, અને જ્વાલા વડે ભયંકર એવા અગ્નિમાં પ્રવેશ કરવા–તે સર્વ શ્રેષ્ઠ ગણાય છે, પર ંતુ ગ્રહણ કરેલા ત્રતના ભંગ કરવા તે બહુજ વિદ્ય ગણાય છે. તેમજ અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ, ધન, ધાન્ય, વૈભવ, ગૃહ-સમૃદ્ધિ અને રાજ્ય વગેરે પદાર્થો આદુનીયામાં મળવા સુલભ છે, પણ જીવદયામય જૈનધર્મ ફરીથી મળવા બહુ કઠીણુ છે. આ પ્રમાણે સાંભળી હવે હું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ એમ રાજાની આગળ કબુલ કર્યો છતાં રાહડમત્રી પ્રથમનીમાફ્ક નિર્દય થઇ પ્રાણિઓના હસ્તપાદાદિકના છેદ કરાવવાથી અટકયા નહીં. એમ કરતાં એક દિવસ કાઈક ચાર સાથે પ્રસ ંગ પડવાથી તે ચારે યુક્તિપૂર્વક કપટ કરી રાહુડને છરી મારી, જેથી તે પ્રાણ વિમુક્ત થયા અને ત્રીજી નરકે ગયા. ત્યાંથી નીકળી તે ઘાર સ`સારમાં ભ્રમણ કરી ફ્રીથી પણ અનંત સુખદાયક સમ્યકૂત્ત્વ ધર્મ પામી મેાક્ષસુખ પામશે. તેમજ કુચદ્ર રાજા પણ ધર્મ પસાયથી અંતસમયે અનશન વ્રત ગ્રહણ કરીને સમાધિ પૂર્ણાંક મરણ પામી સાધર્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી તે અપર વિદેહમાં કૃતમ ંગલા નગરીના અધિપતિ થઇ. સદ્ભાવપૂર્વક દીક્ષા પાળી અંતે માક્ષગામી થયા. એ કેવલ ધનાજ પ્રભાવ છે. વળી વ્રતાતિચારનુ સેવન કરવુ તે અહુ દુ:ખનુ કારણ છે અને તેના ત્યાગ કરવાથી વિલંબ રહિત માક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્યાત્માએ ? તે અતિચારના તમારે સર્વથા ત્યાગ કરવા.
૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति प्राणातिपाततृतीयातिचारे राहडमंत्रिकथानकं समाप्तम् ॥
=€@3=
For Private And Personal Use Only