________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહડમંત્રી કથા.
(૩૧૭) તેમજ સૂર્ય પણ અંધકારને ઉત્પન્ન કરે, સમુદ્રો પણ મર્યાદાને ત્યાગ કરી પૃથ્વીને ડુબાવી દે તેમાં શું આશ્ચર્ય! હે નરેંદ્ર! હું પ્રત્યક્ષ છું છતાં મહારાં અંગ લઈ મહારી સ્ત્રીએ અગ્નિમાં પ્રવેશ કર્યો–એ આપનું કહેવું કેવી રીતે હું સત્ય માનું ? અસત્ય પણ કંઈક ઘટતું બોલવું કે જેથી ઉચિત લાગે. મહારી સ્ત્રીને અંત:પુરમાં રાખીને તમે કહે છે કે તેણુએ અગ્નિમાં પ્રવેશ કર્યો. વળી પરનારી સહેદર એવી પ્રખ્યાતિ મેળવીને આપ આવાં આચરણ કેમ કરો છો? હે જગત્પતિ ! આ પ્રમાણે પિતાના ઉજવલ યશવડે ઉદ્યોતિત કરેલા ત્રણ ભુવનને ચંદ્ર સમાન કલંક્તિ આપ ન કરે. માટે કૃપા કરી વેળાસર મહારી સ્ત્રી મહને સોંપી ઘો. નહિ તે મહારી આશા તુટશે કે તરત જ સ્વારા પ્રાણ રહેવાના નથી. એ પ્રમાણે તે વિદ્યાધરનું વચન સાંભળી તેના દુઃખને લીધે રાજ બહુ દુ:ખથી વ્યાકુલ થઈ ગયે અને હવે શું કરવું ? એવા વિચારમાં મૂઢ થઈ બળી ગએલા મનુષ્યની માફક શ્યામ મુખ કરી નીચે મુખે રહી કંઈ પણ તેણે પ્રત્યુત્તર ન આપે. એટલે ફરીથી વિદ્યાધર બલ્ય, હારી સ્ત્રી મરી ગઈ તે વાત શું સત્ય છે? તોપણ રાજાએ હા–ના ને કંઈ પણ જવાબ આપે નહીં, એટલે પુન: વિદ્યાધર બે, હે રાજન્ !તહારા પ્રભાવથી મરી ગએલી એવી પણ હારી સ્ત્રી સજીવન થાઓ. એમ કહી વિદ્યાધર ફરીથી બોલ્યા, હે પ્રિયે! પોતાનું સ્વરૂપે પ્રગટ કરી જલદી અહીં આવ. જેથી પરદુઃખે દુ:ખી એ આ રાજા સુખી થાય, એ પ્રમાણે તે વિદ્યાધરના વચનથી રાજા કંઈક શાંત થયે. તેટલામાં રાજ સભાની આગળ મૃદંગ, કાંસાલાં, ઝારી, ભેરી, પણવ અને ઢક્કા વિગેરે વાજીંત્રોનો ઉત્કટ નાદ પ્રગટ થયા અને તેઓના મધ્ય ભાગમાં છદના અનુસારે નૃત્ય કરતી તે ખેચર આવીને પ્રથમ નરેંદ્રના ચરણ કમળમાં નમસ્કાર કરી ઉભી રહી. ત્યાર
For Private And Personal Use Only