________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ષણ સમાન અતિ ઉદાર એવા મહાવ્રતરૂપી હારને તું ધારણ કર. તેમજ સુખરૂપીભંડારને લુંટવામાં પિશાચ સમાન ધાદિક કષાએને સિદ્ધાંતના સ્મરણવડે તું ત્યાગ કર. તેમજ મિથ્યાત્વીએની સેવાને સર્વથા ત્યાગ કરી વિશુદ્ધ એવા વીતરાગદેવનું તું આરાધન કર. વળી તૃણ અને મણિ રનમાં સમાન બુદ્ધિવાળા મુનિઓને ત્યારે સુગુરૂ તરીકે માનવા અને જીવાદિ તમાં શ્રદ્ધા રાખવી. એ પ્રમાણે રાજાએ તેને બહુ ઉપદેશ આપે, પરંતુ તે વિદ્યાધરીએ રાજાનું વચન માન્યું નહીં અને તે વિદ્યાધરના ગુણેને વારંવાર સંભારી બહુ રૂદન કરવા લાગી. હવે આ માનવાની નથી, એમ જાણીને રાજાએ તેને ચંદન કાષ્ઠની ચિતા રચાવી આપી. બાદ ખેચરીએ પોતાના પતિનાં સર્વ અંગ લઈ બળતી ચિતામાં પ્રવેશ કર્યો, તેટલામાં અકસ્માત કુરચંદ્ર રાજાની આગળ ઢાલ તરવાર સહિત તે વિદ્યાધર આવીને ઉભો રહ્યો. રાજાને પ્રણામ કરી તે બલ્ય, હે રાજન્ ! પરનારીસોદરમાં આપ ચૂડામણિ છે. વળી હે નરેંદ્ર! આપના પ્રભાવથી પ્રબલ શત્રુને સંહાર કરી હવે હું સ્વસ્થ થયો છું. માટે શરણ્ય જનોને હિતકારી એવા હે ભૂપતિ! મહારી સ્ત્રી મહને પાછી સે. કેમકે હવે હું હારા નગરમાં જવા ઈચ્છું છું. સમસ્ત જનોને આનંદ આપે. વામાં કુશળ એવા હે નરેંદ્ર ! સર્વદા આપની સેવામાં હું હાજર છું. મને આપને સેવકજ જાણે. રાજા બહુ શુભિત થઈ વિચારમાં પડ્યો કે હવે હારે એને શે ઉત્તર આપે? એમ ચકિત થઈ રાજાએ પોતાના મંત્રી તરફદષ્ટિ કરી. મંત્રીએ રાજાને અભિપ્રાય જાણું યથાસ્થિત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળતાં જ વિદ્યાધરનું મુખ ઝાંખું પડી ગયું અને ચિંતાતુર થઈ તે બે, હે રાજન! અમૃત પણ વિષ સમાન થયું. જે આપ સરખા સજજન પુરૂષે પણ પ્રાકૃત જનની માફક મર્યાદાને ત્યાગ કરી આવું અકૃત્ય કરે તે જરૂર ચંદ્ર પણ અગ્નિ જવાલાને પ્રગટ કરે એમાં શું આશ્ચર્ય ?
For Private And Personal Use Only