________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહડમંત્રી કથા.
(૩૧૫)
આપીને બેસારી, તેટલામાં ત્યાં અકસ્માત દૈવી ચમત્કાર. ઢાલ સહિત એક ભુજા આકાશમાં પડી. તે
જોઈ સભામાં બેઠેલા સર્વ લેકે વિસ્મિત થઈ ગયા અને ઉંચાં મુખ કરી જોતા હતા તેટલામાં ખર્ચ સહિત બીજી ભુજા પણ નીચે પડી. તેમજ તે ભુજાની સાથે આકાશમાંથી એક મસ્તક પણ પડયું અને મણિમય કુંડલેની કાંતિથી તે મસ્તક મધ્યાહ કાલના સૂર્યના બિંબ સમાન દીપતું હતું. તેમજ બહુ કોધથી લાલ અને ભયંકર ફાર નેત્રોવડે તે અત્યંત બીહામણું દેખાતું હતું. તેના કપાળમાં ત્રિવળી પડેલી હતી. તેમજ નિષ્ફરતાને લીધે દંતાગ્રવડે તેના હોઠ પીશેલા હતા. તેવામાં જ તેની સાથે સેંકડો શસ્ત્રોવડે જીર્ણ થએલું એકધડ પણ નીચે પડ્યું. તે ઈખિન્ન મુખે ખેચરી બેલી હે રાજન ! આ હારે પ્રાણપ્રિય છે, જરૂર શત્રુએ મારે એને અહીં ફેંકી દીધો છે. એમાં કંઈ પણ સંદેહ નથી. હવે તેના વિરહથી ક્ષણમાત્ર પણ હું જીવી શકું તેમ નથી. માટે કૃપા કરી જલદી હુને કાષ્ઠનીચિતા કરી આપો. જેથીપ્રિય પતિના વિરહરૂપી દાવાનળથી દગ્ધ થએલા આ દેહને હું બાળી નાખું. રાજા બે–તું હારી બહેન છે. ત્યારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આ સઘળું રાજ્ય પણ હારા સ્વાધીન છે. એમ સમજી મરણ બુદ્ધિને સર્વથા તું ત્યાગ કર. કારણકે આત્મઘાત કરવાથી બહુ દુ:ખ ભેગવવાં પડે છે. તે સાંભળી તે ખેચરી બેલી, હે રાજન ! આ સમયે હારા ઈષ્ટ પતિના વિયેગથી હું બહુ દુઃખી થઈ છું. માટે તમે મારા મરણને વિઘાત કરશે નહીં. અને વિના વિલંબે હને કાકચિતા કરાવી આપે. એથી જ હું આપનું બંધુપણું સત્ય માનીશ. ફરીથી રાજાએ બહુ પ્રકારે તેને સમજાવીને કહ્યું કે આ પ્રમાણે હારે આત્મઘાત કરે ઉચિત નથી. આવેલી પીડા પણ દેવેગે સુખદાયક થાય છે. વળી મોક્ષરૂપી સ્ત્રીને સુંદર આભૂ
For Private And Personal Use Only