________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સાવધાન થઈ તું સાંભળ, ગળાની ચામડી, કાન, વૃષણ વિગેરે પ્રાણીઓના અવયવેાનું જે છેદન કરે છે તે પુરૂષ રાહડ મંત્રીની માક સંસાર ચક્રમાં બહુ ભયંકર દુ:ખ ભાગવે છે. જેમકે પૃથ્વીરૂપ શ્રીના તિલક સમાન અતિ રમણીય લક્ષ્મીનિલય નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં શત્રુરૂપી રાજાઓના વિજેતા કુરૂચ નામે રાજા રાજ્ય કરે છે. સતીઓમાં શિરેામણિ સમાન તેમજ પતિશક્તિમાં પાર્વતી સમાન લીલા નામે તેની સ્રી છે અને સદા રાજ્ય કાર્યોંમાં બહુ દક્ષ એવા રાહડ નામે તેના મંત્રી છે.
એક દિવસ રાડ મંત્રી અને અન્ય માંડલિક રાજાએ તેમજ કેટલાક પ્રધાન પુર્ણા સહિત કુચદ્ર રાજા એકવિદ્યાધર. સભામાં બેઠેલા હતા, તેવામાં આકાશમાર્ગે ઉતરતા એક વિદ્યાધર તેઓને દેખાયા. જેના હાથમાં એક ખડુરત ચળકતુ હતુ અને તેની સાથે તેની સ્ત્રી પણ હતી. ક્ષણમાત્રમાં નીચે આવી તેણે તે સભાની અંદર પ્રવેશ કર્યાં. અને રાજાને પ્રણામ કરી તે ખેલ્યા, હું કુચંદ્ર! કૃપા કરી એક મ્હારી વિનતિ તમે સાંભળેા. આ મ્હારી શ્રી છે. તેનું તમ્હારે પાછા હું અહીં આવું ત્યાંસુધી રક્ષણ કરવું. હું મ્હારા વેરી સાથે યુદ્ધ કરી તરતજ પાછા માવુ છું. હુને વાર લાગવાની નથી. વળી બીજા કાઇ પણ સ્થાનમાં મા સ્ત્રીને મૂકવાની મ્હારી હિંમત ચાલતી નથી, માટે માપના વિશ્વાસથી આપની પાસે હું મૂકું છું; કારણકે આપ પરસ્ત્રીને સહેાદર સમાન માના છે. વળી હે નરેદ્ર !
આ દુનીયામાં આપના સરખા પરાપકારી ગુણવત રાજાએ બહુજ વિરલા ઢેખાય છે. હે મહાશય ! આ મ્હારી પ્રાણપ્રિયા ઉપર મ્હારી સર્વ આધાર છે, માટે ખરાખર સાવધાન થઇ તમારે એની રક્ષા કરવી, એમ કહી તે ને ત્યાં મૂકીને વિદ્યાધર ત્યાંથી વિદાય થયા. વિદ્યાધરના ગયા બાદ રાજાએ તે વિદ્યાધરની સ્ત્રીને આસન
For Private And Personal Use Only