________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. લીધે મલિન વ્રત કરવાથી શ્રીવત્સ બહુ સૂરપુત્રની
દુ:ખી થઈ ભવરૂપી અરણ્યમાં પરિભ્રમણ સદ્દગતિ. કરશે. માટે આ અપૂર્વ ધર્મ સામગ્રી મેળ
વીને મહારે પણ કુગતિમાં પડતા આત્માનું અવશ્ય રક્ષણ કરવું ઉચિત છે. વળી ધાર્મિક વિષયમાં ઉપેક્ષા ન કરવી જોઈએ. સુગતિ એ મુક્તિરૂપ છે, તે મુક્તિ શુદ્ધ ચારિત્ર સિવાય મળતી નથી અને તે ચારિત્ર સુગુરૂના સમાગમથીજ પ્રાપ્ત થાય છે. એમ સમજી મહારે પણું સુગુરૂઓની શોધ કરવી જોઈએ, એ પ્રમાણે વિચાર કરતે તે સૂરપુત્ર આયુષ પૂર્ણ થવાથી મરણ પામ્યા. અને અખંડિત એવા પ્રથમ વ્રતના પ્રભાવથી તે ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયો. નારિકીનીવેદનાઓને અનુભવતા શ્રીવત્સને પરમાધાર્મિક
દેવે કહેવા લાગ્યા કે-હેં પૂર્વ જન્મમાં શ્રીવત્સનારક. ગ્રહણ કરેલા પ્રથમ અણુવ્રત ભંગ કર્યો
હતું, તેથી ત્યારે આ દુ:ખ ભેગવવું પડે છે. તે સાંભળી તે પોતે પણ વારંવાર તેનું સ્મરણ કરી બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યું. હા! હું કે અનાર્ય ગણાઉં! મહારાજે મૂર્ખ કોણ હોય ! કેમકે કાલકૂટ (વિષ)ની મુઠી ભરી હેં અમતમાં છોડી દીધી. પ્રથમ મહે સદગુરૂના સમાગમથી સર્વ વિરતિના કારણભૂત પ્રથમ અણુવ્રતને સ્વીકાર કર્યો અને જાણતાં છતાં પણ તેને ભંગ કર્યો એથી બીજું અકાર્ય શું કહેવાય ? વળી તે ઉત્તમ પ્રકારે પાળેલું વૃત મહદ્ધિક દેવકનું કારણ છે. અને અનુક્રમે મોક્ષ સુખની પ્રાપ્તિ પણ તેનાથી જ થાય છે. પરંતુ હાલમાં તે સંબંધી મહારે કંઈ ઉપાય ચાલવાનું નથી. કારણકે હું આવી પરાધીન દુર્દશામાં આવી પડ્યો છું. તેથી આ દુખસાગરમાં ડુબેલે હું શું કરું? વળી કેટલાક વિદ્વાનોનું કહેવું સત્ય છે કે
For Private And Personal Use Only