________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવત્સવિપ્ર કથા.
( ૩૧૧ )
કરવું? આ પ્રમાણે તેઓની વાત સાંભળી કેશવ બે, હે ભાઈ! તું ત્યારે રસ્તે ચાલ્યો જા, નકામો હારા માણસને તું શા માટે અટકાવે છે? વળી ત્યારે આ ચિંતામાં પડવાની શી જરૂર છે? એ પ્રમાણે કેશવનો જવાબ સાંભળી સૂરને પુત્ર માન રહી ત્યાંથી ચાલે ગયે. ત્યારબાદ શ્રીવત્સ પોતાના કમ પ્રમાણે ગલીયા બળદને બહુ માર મારીને કામ ચલાવતો હતો. દાંત પીસીને તેનું પુંછડું મરડત છતે ચાંડાલની માફક દાંતના પ્રહાર પણ કરતા હતા. તેમજ કેઈક સમયે કોલ ભરાઈ જવાથી ન બોલવાની ગાળો પણ કાઢતે હતું. આ પ્રમાણે જેમ તેમ ઘણું મુશ્કેલીથી તેણે ખેડ કામ ચલાવ્યું. એમ કરતાં તીડ, ઉંદર, કાતરા વિગેરેના ઉપદ્રવને લીધે કેશવની ખેતી ભેલાઈ ગઈ જેથી કંઈ પણ પાક ઉતર્યો નહીં. વળી કેશવ બહુ દેવાદાર થઈ ગયો હતો એટલે લેણદાર લોકોએ વિચાર કર્યો કે હવે તેની ખેતીમાંથી આપણને કંઈ પણ મળે તેમ નથી એમ જાણે કેશવને પકડીને તેની પાસે જે બે સારા બળદ હતા તે લઈ તેઓએ પિતાને કબજે કર્યા. પછી શ્રીવત્સ બાકીના સાધારણ બે બળદથી ગાડું જોડી ભાડુતી કામ કરવા લાગ્યું. એક દિવસ ગાડામાં બહુ ભાર ભરવાથી બહુ ધૂળમાં તેનું પડું ખેંચી ગયું, તેથી તે ગળીઓ બળદ નીચે બેસી ગયે. તે જોઈ શ્રીવત્સ ધુંસરેથી નીચે ઉતરી બહુ પ્રહાર કરવા ઉપરાંત તેનું પુંછડું પકડી તેને જોરથી ઉપાશે, તે પણ તેની ખરીઓ ધૂળમાંથી બહાર નીકળી નહીં. પછી તેણે પાષાણ, પણ, લાકડી વિગેરેના પ્રહાર કરવામાં કંઇ પણ બાકી રાખ્યું નહીં, છેવટે તેનું પુંછડું મરડતે હવે તેવામાં તે બળદે શ્રીવત્સના મર્મસ્થાનમાં જોરથી એવી લાત મારી કે તરત જ તે મરણવશ થયે અને નરકે ગયે.
સૂરને પુત્ર વિચાર કરવા લાગે, હા! ધિક્કાર છે, પ્રમાદને
For Private And Personal Use Only