________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવત્સવિપ્ર કથા.
(૩૦૯) કેશવની દુર્દશા જોઈ સુરે તેને ધનાદિક આપવાનું ઘણું કહ્યું, પરંતુ કેશવ અભિમાનને લીધે કંઈપણ વસ્તુ પોતાના મહેટા ભાઈ પાસેથી લેતું નથી અને પિતાનું દુ:ખ પોતે સહન કરે છે. એમ કરતાં અનુક્રમે વર્ષો તુ આવી. ગંભીર ગર્જના કરતા બહુ ઉન્નત ગજેંદ્રના આડંબર સમાન પિતાના પ્રચંડ પ્રભાવને પ્રગટ કરતા અને ગ્રીષ્મકાલને વિસ્મરણ કરાવવામાં બહુ પરાક્રમી એવા વષકાલની સંપત્તિ દીપવા લાગી. સર્વ દિશાઓમાં બહુ શ્યામ એવા મેઘમંડલને લીધે અંધકાર છવાઈ ગયે. જેથી ગ્રીષ્મકાલ ક્યાં ગયે તે જાણવું લેકેને અશક્ય થઈ પડયું. ક્ષણમાત્રમાં વૃષ્ટિ થવાથી ભૂતલ શાંત થયું, માત્ર વિરહિજનેનાં હૃદય બહુ અશાંત થયાં. ખેતીને સમય જાણે સૂરના ખેડુતે હળ જોડીને પિતાના
ક્ષેત્રમાં ચાલતા થયા. તેઓની પ્રવૃત્તિ જોઈ ખેતીને પ્રારંભ કેશવે શ્રીવત્સને કહ્યું કે આપણે પણ હળ
જોડવાની તૈયારી કરો. એટલે શ્રીવત્સ બે, આજે ભદ્રાતિથિ છે માટે તેમાં શુભ કાર્ય કરવાથી તેનું ફળ બીલકુલ મળતું નથી. વળી તે સૂરના લોકે આ બાબત જાણતા નથી તેથી આજે તેઓએ મુહૂર્ત કર્યું. પરંતુ આપણે જાણીજોઈને આજે ખરાબ મુહૂર્તમાં શામાટે આરંભ કરે જોઈએ? હવે સૂરના ખેડુતે માર્ગમાં જતા હતા, તેવામાં ત્યાં કેઈએક નટી અભુત નૃત્ય કરતી હતી, તે તેઓની નજરે પડવાથી તેઓ ત્યાં જવા માટે ઉભા રહ્યા. તેટલામાં ભદ્રાતિથિ ઉતરી ગઈ અને શુભ ગ પ્રવૃત્ત થયે તે સમયે સૂરના ખેડુત હળ લઈ ક્ષેત્રમાં ગયા અને તરત જ તેમણે શુભ લગ્નમાં ખેડવાને પ્રારંભ કર્યો. હવે કેશવ અને શ્રીવસે બીજે દિવસે ઉત્તમ મુહૂર્તમાં હળ જોડવાની તૈયારી કરી. તેવામાં શ્રીવત્સના બળદે તેની છાતીમાં જેશથી એવી લાત મારી કે તે મૂછિત થઈ
For Private And Personal Use Only