________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
દાગીના તેણે ખરોદ કર્યા. તેમજ અન્ય વસ્તુઓમાં પણ ઘણું ધન વાપરવા માંડયું. તે જોઈ તેને નાનો ભાઈ કેશવ વિચાર કરવા લાગે કે આ વિવાહનું કાર્ય માત્ર મોટા ભાઈનું છે અને જે તે આવા કાર્યમાં આ પ્રમાણે ધનનો વ્યય કરશે તે હારા ભાગનું ધન પણ તેમાં ખરચાઈ જશે અને તેથી હારે બહુ નુકશાન વેઠવાનું થશે. માટે આ વિવાહના પહેલાં જ મહારે હારા ભાગનું ધન લઈ જુદા રહેવું એ ઠીક છે. એમ પોતાના મનમાં નિશ્ચય કરી તે બોલ્યો, હે બાંધવ ? મહારે હવે તહાર ભેગું રહેવું નથી. માટે મહારા ભાગમાં જે ધન આવે તે મહને આપે. સૂર બે, હે પ્રિય બધે? આજે ત્યારે આમ બોલવાનું કારણ શું ? આ લક્ષ્મી કેના પુન્યથી આપણને મળી છે તે આપણે એકઠા રહેવાથી જાણે શક્તા નથી, કારણકે સમુદાયમાં કોઈક પુણ્યશાળી હોય છે, તેના પ્રભાવથી સર્વે સુખી થાય છે. માટે આપણે ભેગા રહેવામાં બહુ આનંદ છે. વળી જુદા રહેવાથી કેઈને લક્ષમી રહેશે અને કોઈને દરિદ્રતા પણ આવશે. માટે સંપથી હળીમળીને એકઠા રહેવું અને એક બીજાને આભાર માનવો એ ઠીક છે એમ સમજી હાલમાં જેમ ચાલે છે તેમ ચાલવા દ્યો. ભિન્ન બુદ્ધિ ધારવામાં કંઈ લાભ નથી. કારણકે સજજનપણું રાખી સરલ બુદ્ધિથી ચાલવું એ પણ એક સંપત્તિનું મૂળ કારણ છે. કેશવ બેલ્યો-ભાઈ! જુદે રહેવાથી કદાચિત્ અને નિર્ધનપણું પ્રાપ્ત થશે તે પણ તય્યારી પાસે હું યાચના કરવા આવીશ નહી. એ પ્રમાણે બહુ કદાગ્રહ કરી કેશવે પોતાને અર્ધો ભાગ પો તાને સ્વાધીન કર્યો, તેમજ શ્રીવત્સને પણ લેભાવીને પોતાની પાસે લઈ ગયે. હવે સૂરની લક્ષ્મી પ્રતિ દિવસે વૃદ્ધિ પામવા લાગી. અને કેશવનું ધન તે દુર્ભાગ્યને લીધે દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું, એટલું જ નહિ, પરંતુ છેવટમાં કેશવની એવી દશા આવી કે ભેજનપણ તેને બહુ કષ્ટ સાધ્ય થઈ પડયું. આ પ્રમાણે
For Private And Personal Use Only