________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આપત્કાલમાં પણ કેવલ ધર્મ સેવાજ સહાયભૂત થાય છે અને મનોવાંછિત સર્વ કાર્યો પણ તેનાથી સિદ્ધ થાય છે. સજજન એવા મિત્રની માફક તે ધર્મ સર્વદા સુખદાયક થાય છે. શારીરિક તેમજ માનસિક દુઃખો તેનાથી અદૃશ્ય થઈ જાય છે. સર્વત્ર સુદયને આનંદકારક અને ભવસાગરમાં યાનપાત્ર સમાન સર્વદા ધર્મજ જયકારી છે. વળી દારિદ્યરૂપી વ્યાધિને શાંત કરવામાં પરમ ઔષધ સમાન, સૈભાગ્યના ઉત્કૃષ્ટ નિધાન સમાન, મને વાંછિત પૂરવામાં ચિંતામણી સમાન જીનેંદ્રિકથિત ધર્મ સિવાય અન્ય કંઈપણ વસ્તુ પ્રશંસનીય નથી. વળી ધર્મતત્વથી જ્ઞાન અને વિજ્ઞાન પ્રગટ થાય છે, તથા સર્વ પ્રાણીઓ પરસ્પર બંધુ સમાન વર્તે છે, તેમજ તેનાથી મોક્ષપદની પ્રાપ્તિ અને વિશ્વાસની વૃદ્ધિ થાય છે. તેજ પ્રમાણે ધર્માચરણથી દુરાચારીની નિવૃત્તિ, સત્કલમાં જન્મ, સુખસંપત્તિની પ્રાપ્તિ, અને શત્રુબલની નિવૃત્તિ થાય છે. વળી ધર્મના પ્રભાવથી સર્વ લોકોએ પ્રાર્થના કરવા લાયક, પિતાની ઈચ્છા પ્રમાણે ગમન કરતી, ઉવલ આકૃતિવાળી, મનોહર અને બહુ વિશાળ એવી સત્કીર્તિ વારાંગનાની માફક સર્વત્ર ગમન કરે છે. એ પ્રમાણે ધર્મનું ફલ તેઓને સંભળાવી ફરીથી મુનિ મહારાજ બોલ્યા, હે ભવ્યાત્માઓ! તમે નિરંતર જીનેક્ત ધર્મનું આરાધન કરે, તે સાંભળી શ્રીવત્સ બે, હે મુનીં! તે ધર્મનું સ્વરૂપ અમને કૃપા કરી સંભળાવો. મુનીંદ્ર બેલ્યા, નંદ્ર ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખવી
અને જીવદયા પાળવી એ ધર્મનું મુખ્ય ધર્મસ્વરૂ૫. સ્વરૂપ છે. ત્યારબાદ મુનિએ જીનેંદ્ર અને
સુગુરૂનું સ્વરૂપ તેમજ જીવાદિ તત્વ સ્વરૂપની વ્યાખ્યા યથાર્થ રીતે સમજાવી. કારણકે ધર્મનું મૂળ કારણ જીવવ્યા છે. એમ અન્ય સ્થળે પણ કહ્યું છે
For Private And Personal Use Only