________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
રંગોના સંગથી જ થયો છે, એ વાત દરેકના લક્ષમાં પ્રાયે આવ્યા વિના રહેતી નથી. અને તેમાં દરેક રંગો અનુસ્યુત રહેલા છે એ વાત નિર્વિવાદ ઠરે છે. હવે આ સ્વરૂપને જે આગળ વિશેષ વધારવામાં આવે તો આકાશનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવી જાય. કેટલાક એમ કહે છે કે આકાશ એટલે શુન્ય અર્થાત કંઈપણ નહીં એ વાત ધ્યાનમાં લઈ ઘણાખરા લેકે શુન્યવાદમાં પડી જાય છે. આ પ્રમાણે તેઓની વિચારણા બહુ ભૂલ ભરેલી જણાય છે. કારણકે આકાશ એટલે અવકાશ, જેમાં સર્વ વસ્તુઓ અધિજાન પણે સાવકાશથી રહી શકે છે, વળી તૈયાયિકાનું મંતવ્ય પણ એવું છે કે–શામાશા' શબ્દ એ આકાશનો ગુણ છે તો તે ઉપરથી આકાશ એક દ્રવ્ય તરીકે માનવામાં આવ્યું છે. તે ઉપરથી પણ આકાશ શુન્ય ઠરતું નથી અને સર્વ વસ્તુરૂપ આકાશ માનવામાં આવે તેમાં કંઈ સંશય કરવા જેવું નથી. હવે પ્રકાશ અને અંધકાર સંબંધી વિચાર કરીએ. એક મનુષ્ય મધ્યાહ સમયે કોટડીમાં બેસીને પોતાની ઇચ્છા મુજબ પુસ્તક વાંચે છે. તેવામાં ત્યાં આગળ બીજો કોઈ માણસ બહારથી આવી પ્રવેશ કરે છે તો તે બેઠેલા માણસની સાથે અંધની માફક અથડાઈ પડે છે. વિચાર કરે કે એકજ સ્થાનમાં એક જણને પ્રકાશ માલુમ પડે છે અને બીજાને બીલકુલ સુઝતુ નથી. આ બન્નેમાં કેનો દૃષ્ટિ સાચી ગણવી, વળી કૃષ્ણ પક્ષની રાત્રિમાં મનુષ્યોને દિવાના પ્રકાશ વિના કંઈપણ દેખાતું નથી, અને ઘૂવડ વગેરે કેટલાંક પક્ષિઓ પિતાના દરેક વ્યાપાર રાત્રીએ જ કરી શકે છે. અર્થાત આપણું રાત્રી એ તેઓને દિવસ તરીકે લેખાય છે, આ દૃષ્ટાંત ઉપરથી એમ સિદ્ધ થાય છે કે આપણી દૃષ્ટિએ
જ્યાં પ્રકાશ નથી દેખાતે ત્યાં અવશ્ય પ્રકાશ હોવો જોઈએ, આપણી જેવાની શક્તિના પ્રમાણથી અધિક અથવા ઓછા પ્રકાશ હોય તે દેખી શકાતું નથી, મધ્યાહ સમયમાં સૂર્યના બિંબ તરફ દૃષ્ટિનો વિકાસ બીલકુલ થઈ શકતો નથી. અધિક પ્રકાશમાં આંખો અંજાઈ જાય છે એમ આપણે સારી રીતે જાણીએ છીએ. માત્ર આટલું અંતર જાણવાથી તે સંબંધી સંશય રહેતો નથી.
ટુંકમાં તત્વની વિચારણું બહુ અગોચર છે. ભલે ગમે તેટલું બિંદુ સૂક્ષ્મ ભાવવાળું હોય પરંતુ તેનું પરિમાણ તો અવશ્ય હોવું જોઈએ, કારણકે જે
For Private And Personal Use Only