________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
શ્રી સુપા નાચ ચરિત્ર.
અર્થ “ ઇચ્છા મુજબ વિષય ભાગવવાથી કેાઈ પણ સમયે કામવાસના શાંત થતી નથશે. પરંતુ ઘી હેામવાથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે છે તેમ વિષયતૃષ્ણા ઉપભોગ કરવાથી વાર વાર વૃદ્ધિ પામે છે.” વળી મેહવશ થએલા પ્રાણીઓને આ વિષયતૃષ્ણા અનુકૂલ વિષચેામાં રાગ અને પ્રતિકૂલ વિષયામાં દ્વેષ ઉત્પન્ન કરે છે. તેવી રીતે રાગદ્વેષ પ્રગટ થવાથી અવશ્ય ક ખ ધન થાય છે. વળી તે કર્મના ઉદયથી પ્રાણી મા સંસારમાં ઘોર દુ:ખના ભાગી થઇ પડે છે. એ પ્રમાણે વિષયવાસના ઉભય લેાકમાં કેવલ દુ:ખનુ જ કારણ છે. આ વિષયતૃષ્ણાના ચાવન અવસ્થામાં બુદ્ધિહીન પ્રાણીએ ત્યાગ કરી શકતા નથી. વળી આ સ્ત્રી પુરૂષ બહુ વૃદ્ધ છે તે પણ વષયતૃષ્ણા તેમને કેવી નચાવી રહી છે? માટે હું સ્ત્રી ! આ પ્રત્યક્ષ દાખલા ઉપરથી અમારૂં કહેવું શું ખેાટુ છે? આ પ્રમાણે જૈનસિદ્ધાન્તને અનુસરતુ એવુ પેાતાના પતિનું અદ્ભુત વચન સાંભળી કમલશ્રી વિનયપૂર્વક બાલી, હું સ્વામિન ? વાચાલતાને લીધે મ્હારા અપ્રિય વચન માટે આપ પ્રસન્ન થઇ મ્હને ક્ષમા આપશેા. વળી સર્વોત્કૃષ્ટ એવા ધર્મ સાધનમાં ઉદ્યોગ કરવા તેજ હાલમાં આપણને ચેાગ્ય છે. ત્યારબાદ વિજયચંદ્ર રાજાએ પ્રધાનાદિકની સંમતિ લઇ વિજયરાજ નામે પેાતાના જ્યેષ્ઠ પુત્રના રાજ્યાભિષેક કર્યા, ખાદ કમલશ્રી પ્રમુખ રાણીએ, મત્રી, સામત અને કેટલાક પ્રધાન પુરૂષો સાથે
ગુરૂ પાસે જઇ મ્હોટા ઉત્સવપૂર્વક વિધિ સહિત પાતે દીક્ષા ગ્રહણ કરી. વિનયવડે ગુરૂ મહારાજનો સેવા કરી બન્ને પ્રકારની ધર્મ શિક્ષા ગ્રહણ કર્યા બાદ વિજયચંદ્ર મુનિને એક વર્ષ પછી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને સમેતશિખર ઉપર તે મેાક્ષ સુખ પામ્યા. ॥ इति स्थूलप्राणातिपातनिरतिचारप्रथमाणुव्रतफलदृष्टान्ते विजयचन्द्रकथानकं समाप्तम् ॥
For Private And Personal Use Only