________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
શ્રો સુપાર્શ્વનાથ ચરિત્ર.
પેાતે પશુ ત્યાં જાય છે. એ પ્રમાણે બહુ ઉત્સવથી કેટલાક સમય વ્યતીત થતાં કમલશ્રીને પુત્ર જન્મ થયો, તેનું વિજયસેન એવુ નામ પાડયુ. અનુક્રમે વિજયસેન પણ સર્વ કળાઓમાં દક્ષ અને ધર્મિષ્ઠ થયા.
એક દિવસ વિજયચંદ્ર રાજા કમલશ્રી રાણી સહિત પેાતાના મહેલની અગાશીમાં બેઠા હતા. તેવામાં
વૈરાગ્ય.
વિજયચંદ્નના પોતાના પડેાશમાં એક ઘરની અંદર વૃદ્ધ વયનું સ્ત્રી પુરૂષનુ એક જોડલુ વિષય વાસનાને લીધે કલેશથી બહુ દુ:ખી થતું હતું. તે સ્રીપુરૂષની સ્થિતિ એવી હતી કે જેઓના મુખમાં એકે પણ દાંત દેખાતા નહોતા. છતાં વાણીમાં ખીલકુલ લજ્જા તે હતીજ નહીં. માત્ર કામાતુર થઈ તે અન્યઅન્ય બહુ વિહ્નલ બની ગયાં હતાં. તેમજ તેઓનાં સર્વ અંગાયાંગ પાંદડાની માફક ધ્રૂજતાં હતાં. મસ્તક અને ભ્રકુટીના રામમાં બીલકુલ શ્યામતા દેખાતી નહેાતી. પૃષ્ઠ ભાગ નમી ગયેલા અને મુખમાંથી લાળ નીતરતી હતી. એ પ્રમાણે તે બન્ને સ્ત્રીપુરૂષનો વિચિત્ર દેખાવ પેાતાની રાણીને બતાવી વિજયચંદ્ર ખેલ્યા, હૈ સુંદર ! આપને પણ આ પ્રમાણે વિષયતૃષ્ણા જ્યાં સુધી ન નચાવે, તેટલામાં હારી ઇચ્છા હાય તા તેને ત્યાગ કરવા ઉચિત છે. રાણી એલી, હે સ્વામિન્! શું માત્ર વિષયસેવનથીજ તેઓને મા વૃદ્ધા અવસ્થા આવી હશે ? જેથી આપ આ પ્રમાણે ખેલે છે ! વળી આમ આપના ખેલવા ઉપરથી મ્હારૂં હૃદય અહુ ક૨ે છે. સુકૃત અને દુષ્કૃતકારી મનુષ્યામાં એટલું જ મ તર હાય છે કે કેટલાકને વિષયાની પ્રાપ્તિ થાય છે અને કેટલાક લેાકેાને પ્રાપ્તિ થતી નથી. વળી સર્વ જીવેા દુ:ખથી ભીરૂ અને સુખના અભિલાષી હાય છે. એ વાત સત્ય છે. માટે આ વૃદ્ધ સ્ત્રીપુરૂષ આવી દુર્દશામાં પણ મા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે ઉપરથી તે વિષય સેવનમાં
For Private And Personal Use Only