________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સુંદરીઓ મધુર હાસ્ય કરે છે, દરેક બજારમાં તથા દરેક ઘરના દ્વારમાં મુક્તાફલા ચૂર્ણથી સાથીઆઓ રચ્યા છે. વધ, બંધન અને દાણથી મુક્ત કરેલા લોકોના આશીર્વાદનાં વચનેવડે સર્વ દિશાઓ શબ્દમય થઈ રહી છે. એ પ્રમાણે અતિશય ઉત્સવવાળા નગરની અંદર વિજયચંદ્ર રાજાએ પ્રવેશ કર્યો અને અનુક્રમે તે રાજભવનમાં આવ્યું. બાદ પિતાની સ્ત્રી સહિત વિજ્યચંદ્ર જયસિંહ, નરેંદ્રને પ્રણામ કરી માતાને પણ નમસ્કાર કર્યો, તેમજ તેણે મંત્રી પ્રમુખ નાગરિક જનની યથાગ્ય આદરપૂર્વક સલામી લીધી, ત્યારબાદ પિતાના વિરહાનલથી તપી ગયેલા શરીરને હર્ષનાં અથરૂપ જલવડે શાંત કરતે હાયને શું ? તેવી રીતે પૃથ્વી પર ઉભેલા કુમારને આલિંગન કરી સિંહ રાજાએ તેને સિંહાસન ઉપર બેસાડ્યો. પરસ્પર બહુ આનંદરસને અનુભવતા અને રોમાંચિત ગાત્રવાળા થઈ તેઓ બન્ને ક્ષણભર બેઠા હતા, તેટલામાં સમયનિવેદક બેલ્ય, હે રાજાધિરાજ ! સમુદ્રમાં સ્નાન કરી ઉદયાચલના શિખર ઉપર ઉદય પામી કમલ (લા) કમળ અથવા લહમીના વનને પ્રફુલ્લ કરતે સૂર્ય સર્વોપરિ જયવંત વર્તે છે. એ પ્રમાણે સમયાનુસાર વિજયચંદ્રના ચરિત્ર સમાન તે વચન સાંભળી જયસિંહરાજા બહુ સંતુષ્ટ થયું અને તેણે તે સમયે વચનનિવેદક તે બંદીને લક્ષ સેકનૈયા બક્ષિસમાં આપ્યા. ત્યારબાદ રાજાએ શ્રાવકોને સૂચના આપી કે તમે સર્વ જૈનમંદિરમાં સ્નાત્ર પૂજા વિગેરે યથાયોગ્ય ઈચ્છા પ્રમાણે મહોત્સવ કરાવે. વળી પિતાની નજીકમાં રહેલા પોતાના જેનમંદિરમાં પિતા અને પુત્ર બને જણે દેવ વંદન કર્યું. તેમજ પોતાના કોઠારીને હુકમ કર્યો કે આઠ દિવસ સુધી અઠ્ઠાઈ ઉત્સવોમાં શ્રાવકે કપૂર, કેસર, ધુપ વિગેરે જે જે વસ્તુઓ માગે તે આપવામાં કિંચિત્માત્ર પણ ત્યારે વિલંબ કરો નહીં. એમ કહી તેઓ સમયસાગર સૂરીશ્વરનાં દર્શન કરી પોતાના
For Private And Personal Use Only