________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ )
શ્રીસુપાશ્વનાથ ચરિત્ર.
આચયું` ? તે સાંભળી જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી મુનિએ રાજાના મનનું સમાધાન કર્યું. ત્યારબાદ મુનિએ નરેદ્રને પૂછી ત્યાંથી વિહાર કર્યો. અને અનેક ભવ્ય જીવાને આધ આપતા તે મુનિવર્ય અનુક્રમે માક્ષસુખ પામ્યા.
રાજપ્રતાપ.
વિજય રાજા પણ પોતાના સમસ્ત દેશમાં જૈનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા, તેમજ કોઇપણ પ્રાણીઓને પીડા ન થાય તેવી રીતે દરેક રાજ્યમંડલ મ્હારે સ્વાધીન થવુ જોઇએ, એમ વિચાર કરી ચેટકને આજ્ઞા આપી કે તુ રાજમાર્ગે ચાલતાં મ્હારા મસ્તક ઉપર અદૃશ્ય રહી ફ્રેન સમાન ઉજવલ એવુ એકછત્ર ધારણ કર, જેથી સર્વ લેાકેા ચમત્કાર માની હૅને પૂજ્ય તરીકે માને એ પ્રમાણે રાજાની માના સ્વીકારી આકાશમાં દિવ્ય રૂપ ધારણ કરો ચેટક પણ રાજાની ઉપર છત્ર ધારણ કરવા લાગ્યો. તેમજ રાજાના ચર પુરૂષાએ અદૃશ્ય ચારનું વૃત્તાંત વિગેરે પરાક્રમ વર્ણ ન કરવાથી સીમાડાના સર્વ રાજાએ વિજયચંદ્રની સેવામાં તત્પર થઇ ગયા. એ પ્રમાણે બીજા સમર્થ રાજાએ એ પણ વિજયના મહિમા સાંભળી તેની આજ્ઞા વિનયપૂર્વક પુષ્પમાલાની માફક મસ્તકે વધાવી લીધી. સર્વત્ર પ્રસરતા પ્રતાપને લીધે દુ:ખે સહન કરવા લાયક ઉદ્ધૃત શત્રુરૂપી અ ંધકારને દૂર કરનાર, કમલકાષ ( કમલની કણિકાકમલા-લક્ષ્મીના ખજાનેા ) ને પ્રફુલ્લ કરનાર અને દાષા ( રાત્રી=દોષ ) ના અપ હાર કરનાર સૂર્યની માફક િવજયચંદ્ર રાજા અધિક દ્રીપવા લાગ્યા.
અન્યઢ્ઢા વિજયચંદ્ર રાજા સામત અમાત્યાદિક પ્રધાનવ સહિત રાજસભામાં બેઠા હતા, તેવામાં જયસિહરાજાના મંગલપુર નગરમાંથી જયસિંહરાજાએ માકલેખ. લેલે ચતુરવચન નામે એક દૂત ત્યાં આવ્યેા. દ્વારપાલે સભાની અંદર તેને દાખલ કર્યો.
For Private And Personal Use Only