________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કા.
(૨૮૭)
રાજાના ખજાનચી ત્યાં આવી કહેવા લાગ્યા કે, હું નરેશ્વર ! આપના ભંડાર તથા બહારની ભૂમિ સુવર્ણ વસ્ર વિગેરે ઉત્તમ વસ્તુઓથી ભરપુર થઈ ગઈ છે, માટે આપની આજ્ઞા હાય તેમ કરીએ. રાજાએ હુકમ કર્યા કે જે વિણક જનેાની જે જે વસ્તુઓ હાય તે તેઓને આપી વિદાય કરે. ત્યારબાદ સલાકે પાતપોતાનો માલ તપાસી લઈ બહુ ખુશી થઈ કહેવા લાગ્યા. હે જગત્પતે ! ત્રણ લેાકમાં આશ્ચર્યકારક એવા ચરિત્ર વડે આપે અમારાં દુ:ખ દૂર કર્યો. આપ ચિરકાલ આયુષ્માન્ થાએ. એ પ્રમાણે સ્તુતિ કરી પંચાંગે નમસ્કાર કરી તેઓ પોતપાતાના ઘેર ગયા. ત્યારબાદ વિદ્યાથી સિદ્ધ થએલા તે ચાર હાથ જોડી એલ્યા હે રાજન! સર્વ વ્યાપક અદ્વિતીય પ્રતાપરૂપી પવનવડે આકડાના તુલની માફક હુને ઉપાડી આપ અહીં લાવ્યા. તે માત્ર મ્હારા પુણ્યનાજ પ્રતાપ હું સમજી છે. અન્યથા સર્વ કલ્યાણના મુખ્ય મ દિર સમાન માપના ચરણકમલનું દન મ્હારા જેવા અનાથને ક્યાંથી થાય ? હવે આપને જેમ ચાગ્ય લાગે તેમ મ્હારી ઉપર કુપા કરો. રાજા ખેલ્યા, સર્વજ્ઞ ભગવાને કહેલા ઉપદેશ સાંભળી તે પ્રમાણે ધર્મારાધન કરી તુ ભાગ્યશાલી થા, એવી મ્હારી આજ્ઞા છે. ચાર ખેલ્યા, હેરાજન ! જીનેાક્તધર્મના ઉપદેશ હુને આપે. રાજાએ ગૃહિ અને યતિધર્મ એમ બન્ને પ્રકારની વ્યાખ્યા આપી. તે સાંભળી પ્રથમ પણ મ્હેં આ પ્રમાણે સાંભળ્યું હતું એમ વિચાર કરતાં તે ચારને જાતિસ્મરણ જ્ઞાન થયુ. અને તરતજ પૂર્વભવમાં ભઘેલા સૂત્રાર્થાની સ્મૃતિપૂર્વક તેણે દીક્ષા ગ્રહણ કરી એટલે દેવતાઆએ મુનિવેશ અર્પણ કર્યા. ત્યારબાદ રાજા રામાંચિત થઈ સિ હાસન ઉપરથી ઉભા થયા અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક બહુ ભક્તિવડે નમસ્કાર કરી મુનીંદ્રને ચિત આસને બેસાડી પ્રાથના કરવા લાગ્યા, હે જગદ્ગુરા ! ત્રલેાકમાં આશ્ચર્યકારક આપે આ શુ
For Private And Personal Use Only