________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
દિશાને ઉદ્દેશી મુસાફરી કરીએ છીએ. પરંતુ આપણને એમ ભાસે છે કે સૂર્ય મંડલ ફરે છે, વસ્તુતઃ તે ફરતું નથી એમ કેટલાંક ઉપર ટપકે દાર્શનિક પ્રમાણો આપીને આ પોતાનો સિદ્ધાંત એવી રીતે સિદ્ધ કરે છે કે જેથી આપણું તાત્વીક પ્રમાણે પણ તેઓને ભ્રમ દૂર કરવા ઉપયોગી થતાં નથી. એટલું જ નહિ પણ ઘણે સ્થળે આ પાશ્ચાત્ય સંસ્કારથી વ્યવહાર નિપુણ લેકે આ યુકિતઓની મુક્તકઠે પ્રશંસા કરતા જોવાય છે. આ પ્રસંગે માત્ર તાર યંત્રનું દષ્ટાંત બસ છે. જ્યારે તારયંત્રની શરૂઆત થઈ ત્યારે પ્રથમ પ્રેક્ષકોના હૃદયમાં એમનિશ્ચય થયો કે જ્યાં આગળ રેલગાડીના પાટાઓ હોય છે ત્યાં આગળ જ તે ગઠવેલા તારે પોતાનું કાર્ય કરી શકે છે. કારણકે તેમાં વિદ્યુત-દાહક શક્તિ રહેલી હેય છે એમ કેટલેક સમય વ્યતીત થયા બાદ કોઈ એક પુરૂષને શેધ કરતાં જણાયું કે વિદ્યત-દાહક શક્તિ પૃથ્વીમાંજ રહેલી છે, માટે દરેક ઠેકાણે તારયંત્ર ગોઠવી શકાય છે. આ ઉપરથી હાલમાં આપણે તપાસ કરી જોઈએ તો તારયંત્ર વિનાનો પ્રદેશ ભાગ્યેજ નજરે પડશે. વળી તે પછી આગળ વધી તારના દોરડા વીના હવા મારફત સંદેશા મોકલવાનું શરૂ થયું. ત્યારેજ હવાની વ્યવહાર શક્તિના દષ્ટાંતે પ્રજા સ્વીકારવા લાગી છે. બાકી ત્યાં સુધી આવી શાસ્ત્રોક્ત વાતોને આ અર્ધદગ્ધ વર્ગ હસી કાઢતા હતા. વળી વનસ્પતિમાં જીવે છે, હવા અને પાણીમાં જંતુ છે એ જૈનશાસ્ત્રના પ્રાચિન તો તરફ હાંસી કરનારા પણ હવે તે સર્વે પ્રત્યક્ષ જેવાથી તેમના ભ્રમ ભાંગી ગયા છે. અને હજુપણ જેમ જેમ વર્તમાન યુગના તત્વો આગળ વધતા જશે તેમ તેમ તેમના શબ્દોમાં કહેવાતી નવી શોધખોળને અંત તત્વોના પ્રાચીન પ્રમાણેને ઓળખે ત્યારે ખરે. વસ્તુતઃ સમ્યકજ્ઞાનના અભાવે વર્તમાન નિર્ણય તે સત્ય અને સંપૂર્ણ કહી શકાય નહિ. - હવે જમીન તત્વને વિચાર કરીએ. કેટલાક પૃથ્વીમાં કંઈ રસ નથી તેમ ઉપલક દૃષ્ટિયે કહે છે. પરંતુ ખરીવાત એ છે કે આ દુનિયામાં જે જે રસે અનુભવવામાં આવે છે તે સર્વે અપેક્ષાએ પાર્થિવ જ ગણાય છે. દષ્ટાંત તરીકે એક આમલીને કચુકે મુખમાં નાખીયે છીયે તો તેથી બીલકુલ ખટાશ લાગતી નથી, પરંતુ તેજ કચુકા પૃથ્વીમાં વાવવામાં આવે તો તે વૃક્ષરૂપ થઈ પૃથ્વીમાં રહેલા સર્વ રસનું પૃથક્કરણ કરી માત્ર
For Private And Personal Use Only