________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
છે, વળી જ્યાં સુધી પ્રાણી અજ્ઞાનને લીધે મૂઢતાને છોડતા નથી. તાવત પર્યત કાર્યકાર્યને વિવેક તે સમજી શકતો નથી. કહ્યું છે કે
। काचं मणि काश्चनमेकसूत्रे, प्रथ्नन्ति मूढाः किमुतत्रचित्रम् ।
विवेकवान्पाणिनिरेकसूत्रे, श्वानं युवानं मघवानमाह ॥ १॥ અથ–“ અરે ! અજ્ઞાન જાળમાં ગુંચવાયેલા મૂઢ લેકે કાચ, મણિ અને સુવર્ણને એક સૂત્રની અંદર પરેવે તેમાં શું આશ્ચર્ય ? અર્થાત એમાં કંઈ આશ્ચર્ય માનવા જેવું નથી. કારણકે વિવેકી-બુદ્ધિમાન એવા પાણિની આચાર્યું પણ એક સૂત્રમાં શ્વાન, યુવાન, અને મઘવન-ઇંદ્રને પાઠ રચે છે, શું આ ત્રણેની એક સાથે રહેવાની યોગ્યતા ગણાય ખરી ? આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રમા જ્ઞાનના અભાવમાં શયિત બુદ્ધિ થતી નથી. એમ છતાં દેવયોગે કદાચિત સમ્યફ વિવેકનો લાભ થાય તે તે જીવાત્માને આ લેકમાં ચક્રવર્તીના રાજ્ય સમાન સુખ પણ અસાર ભાસે છે અને પરમાર્થ સુખનાં સાધન તેમજ અવિચલ સંપદાઓ કઈ અપૂર્વ રૂપમાં જ તે જોઈ શકે છે, આવા ઉચ્ચસ્થાને પહોંચેલા જીવાત્માને અપર દશામાં ગણી શકાય ? વળી ચાવોકોનું મંતવ્ય એવું છે કે માત્ર યકૃષથી દેખાય તેજ સત્ય માનવું.” એ સિદ્ધાંતનું અવલંબન કરી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રાણની સ્થિતિ પણ પૂર્વોક્ત સિદ્ધાંતના સમાનજ થાય છે.
વળી જગતચક્ષુ–સૂર્ય દરરોજ નિયમિત પણે ઉદયાચલના શિખરમાંથી નીકળી પશ્ચિમ તરફ પ્રયાણ કરતો દરેક લેકાના જોવામાં આવે છે પાશ્ચાત્ય લેકેની પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાતી નિશાળોમાં કુમળી વયના બાલકે થોડો સમય અભ્યાસ કરે છે તેટલામાં તે શાળાઓના અસંસ્કારી શિક્ષકે પૂર્વોક્ત સત્ય સ્વરૂપને અપલાપ કરી પિતાના ભ્રાંતિજન્ય મંતવ્યને સત્ય કરવા ભગિરથ પ્રયાસ કરે છે અને કહે છે કે સૂર્ય કિંચિત માત્ર પણ ચાલતું નથી. પણ ગ્રહમંડલ હમેશાં સ્થિર રહે છે. આ બાબતની શોધ આધુનિક શેધકાએ બબર કરેલ છે માટે અમે જે કહીયે છીએ તેજ સત્ય છે, પ્રાચીન લેકેનું માનવું ભૂલ ભરેલું સમજવું. વળી અમે અને તમે સર્વે આ ભૂમંડલની સાથે દરેક કલાકે એક હજાર માઈલની પૂર્વ
For Private And Personal Use Only