________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કથા.
(૨૮૫) શરણ થયા. ત્યારબાદ લજાને લીધે નમ્ર મુખ કરી મંત્રીની આજ્ઞા લઈ કુમાર ત્યાંથી વિદાય થયે, હવે તેજ વાત્રે વધામણુના સ્વરૂપમાં મંગલકારી વાગવા લાગ્યાં અને તેજ મુખે મંગલ ગીત ગાતા પરસ્પર આનંદ આપતા સર્વ લોકો સહિત સર્વ સામગ્રી સાથે તે કન્યાને લઈ નયસાર મંત્રી રાજમંદિરમાં ગયે. રાજા તેને આવતો જોઈ વિતર્ક કરવા લાગ્યા કે આ શું આવે છે? આ સ્થિતિનું કારણ કંઈ સમજાતું નથી. તેટલામાં દ્વારપાલે તેનું આગમન જણાવ્યું. રાજાની આજ્ઞાથી અંદર પ્રવેશ કરી નયસાર મંત્રી રાજાને નમસ્કાર કરી ઉચિત આસન ઉપર બેઠે. રાજાએ પૂછયું કે આવી સ્થિતિમાં તહારે અહીં આવવાનું શું કારણ? રોમાંચિત ગાત્રે ફરીથી પ્રણામ કરી મંત્રી બોલ્યા, હે નરેંદ્ર ! મરણ સમાન આ દુનીયામાં અન્ય કોઈ દુ:ખ નથી. તે વચન પણ મહાપ્રભાવિક એવા આપના આ સપુત્રે અન્યથા કર્યું. વિગેરે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક રાજાને નિવેદન કરી પોતે વિનતિ કરવા લાગે. હાજન!કામદેવના બાણેના પ્રહારથી ભય પામતી આહારી
પુત્રી હવે આપના કુમારથી દૂર થવા ઈચ્છતી પાણિગ્રહણ. નથી, માટે હેસ્વામિન! હારી પુત્રી નિર્ભય
થાય તેવી કંઈકૃપા કરો. રાજાએ મંત્રીનું વચન માન્ય કર્યું. ત્યારબાદ શુભ લગ્ન સમયે મહેટી સમૃદ્ધિ સાથે કમલા અને વિમલશ્રીનું પાણિગ્રહણ કુમાર સાથે કરાવ્યું. હવે વિજયચંદ્ર કુમારપણ બને સ્ત્રીઓ સાથે વિષય સુખ અનુભવતો આનંદમાં દિવસે વ્યતીત કરવા લાગ્યું. તેમજ બંદિ જનેને સ્તુતિપાત્ર થઈ નિરંતર જેનધર્મમાં બહુ વૃદ્ધિ કરવા લાગે. અન્યદા રાજા અકસ્માત મહેાટી માંદગીમાં આવી પડે. તેથી તેણે કુમારને રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ રાજાએ સર્વજ્ઞ ભગવાને કહેલા
For Private And Personal Use Only