________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪)
શ્રીસુપાર્શ્વનાથ ચોરત્ર.
મત્ર પ્રયાગ,
કુમારના અંતઃપુરમાં નિવાસ કરી. મ્હોટી મહેરબાની એમ કહી કમલાકર શેઠ રાજા તરફથી સત્કાર સ્વીકારી પાતાને ઘેર આવ્યા. એક દિવસ કુમાર ઘેાડેસ્વાર થઇ બહાર ચાલ્યેા જતા હતા, તેવામાં તેણે વાજીંત્રાના નાદ સાથે બહુ સી પુરૂષોને રૂદન કરતાં સાંભળ્યાં, તેથી દૂર દષ્ટિ કરી તેણે તપાસ કર્યો, તેા રેશમી વસ્ર અને પુષ્પાની માલાએથી આચ્છાદિત મડદાની એક પાલખી માલુમ પડી. તેમજ વાજીંત્રાંના નાદથી તેણે જાણ્યું કે આ પાલખીની અંદર સર્પે દશૈલી મૃતપ્રાય કન્યાને લઇ જાય છે. શુ એને તેઓ જીવતી ખાળી નાંખશે ? એમ વિચાર કરી કુમારે પાતાના સેવક મેાકલી તેને ઉભા રખાવ્યા અને તેણે કહ્યું કે આ મડદાને તમે માળશે। નહીં, કારણ કે મ ંત્ર પ્રયાગથી તેને નિર્વિષ કરી સાજી કરવાનુ છે. મમૃતની વૃષ્ટિ સમાન તે વચન સાંભળી સ લેાકેા વિસ્મિત થઇ ત્યાં ઉભા રહ્યા, તેટલામાં કુમાર ત્યાં જઈ ૫હાંમ્યા. તરતજ કુમારે જલ મગાવી ગાડિક મંત્રથી મંત્રીને વિધિ પ્રમાણે સાત અજળી છાંટી કે તત્કાલ તે કન્યા અમૃત સિંચનની માફ્ક એડી થઇ. અને પેાતાની આગળ ઉભેલા કામદેવ સમાન તે કુમારને જોઈ કામદેવના ખાણેાથી તે વિધાઈ ગઈ,ત્યારબાદ તેણીએ પૂછ્યું કે આ કેણુ છે ? તેના પિતાનુ નામ શુ ? વળી આ સર્વ લેાકેા અહીં કેમ એકઠા થયા છે ? એમ પ્રશ્ન કરી એક દષ્ટિએ કુમાર તરફ નિરીક્ષણ કરતી તે કન્યાને તન્મય થએલી જોઇ તેના પિતા નયસાર મંત્રીએ કહ્યુ', કે હું કુમાર ! ત્રણ લેાકમાં પણ હારી માતાને ધન્ય છે કે જેની કુક્ષિમાં હૈ. જન્મ ધારણ કર્યો. દીન જનાના દુ:ખના ઉદ્ધાર કરવા એજ ત્હારા મુખ્ય વિલાસ છે, વળી હે કુમાર ! કમલેશ્રી પણ મા જગમાં બહુ ભાગ્યશાળી ગણાય, કારણ કે તેવી દુ:ાખત અવસ્થામાં જેના પ્રાણની રક્ષા માટે તમેજ
For Private And Personal Use Only