________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયચંદ્ર કથા.
(૨૭૯) છે તેઓ મહાપાપી ગણાય છે. વળીપરપીડાને સર્વથા ત્યાગ કરે તેજ મુખ્ય ધર્મ કહ્યો છે. માટે જે નિશ્ચિત થઈ અન્યને પીડા કરે છે તે પ્રાણ બહુ દુ:ખી થઈ ચિરકાલ સંસારમાં ભ્રમણ કરે છે. પ્રાણી માત્ર દુખથી બહુ ભય પામે છે, તેમજ સર્વ પ્રાણીઓ સુખાભિલાષી હોય છે. કેઈપણ જીવ એ નથી કે જેને પિતાનું જીવન પ્રિય ન હોય અને મરણથી નિર્ભય હોય. હે નરનાથ ! ધ. નસંપત્તિ અસાર છે, બંધુ વર્ગમાં સ્થિરતા ક્યાં છે? આ શરીર પણ રોગથી ઘેરાયેલું છે, દુરંત એવી જરરૂપી રાસલી સન્મુખ ચાલી આવે છે, આયુષ્ય દરેક સમયે ચાલ્યું જાય છે, અધિક શું કહેવું? આ સંસારમાં કંઈપણ વસ્તુ સુખદાયક છે જ નહીં, એમ સમજી તમે દયા ધર્મમાં પ્રવૃત્ત થાઓ. હે રાજન ! પાંચ દિવસના મેમાન તરીકે તમે અહીં આવ્યા છે. માટે આ જગતની અંદર અમારી (અહિંસા) પ્રવત્તા વિગેરે કુમારના અમૃત સમાન દયામય વચને વડે રાજાનું મેહ રૂપી વિષ ઉતરી ગયું, ત્યારબાદ રાજાએ બહુ ખુશી થઈ કુમારની આગળ અહિંસાધર્મ અંગીકાર કર્યો. ધામિક વચન અને વિનયાદિકથી તુષ્ટ થએલા રાજાએ પોતાના પુત્રની માફક વિજયચંદ્રની વિનયપૂર્વક ક્ષમા માગી પછી પિતાની મુખ્ય રાણી પવિનીને પુત્ર તરીકે તેને અર્પણ કર્યો, અને સર્વની સાક્ષીએ તેને યુવરાજપદ આપ્યું. ત્યારબાદ રાજા બોલ્યા, હે ધર્મ બાંધવ! પરમ કૃપાલુ એવા હે કુમાર ! હારા પ્રભાવવડે આજથી હવે હું પાપસમૃદ્ધિને ત્યાગ કરૂં છું. એમ કહી કુમાર સહિત રાજ્ય પિતાના નગરમાં ગયો. કુમારના લાભથી રાજા બહુ ખુશી થયે, તેથી બંદીજનોને મુક્ત કરવામાં આવ્યા. તેમજ કેટલીક ધાર્મિક વ્યવસ્થાઓ શરૂ થવા લાગી. અપૂર્વ મહેન્સ દરેક ઠેકાણે દેખાવા લાગ્યા, સર્વત્ર વધામણુઓ પ્રસરવા લાગી. કુમારને રહેવા માટે રાજાએ ઉંચે અને ઘણે વિશાલ એવો એક મહટ
For Private And Personal Use Only