________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૮).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
છે? આ પ્રમાણે કુમારનાં વિનીત વચનેથી રાજા બહુ સંતુષ્ટ થયે. વળી તેના હદયની પરીક્ષા માટે રાજાએ વિશેષ આગ્રહ કરી તેની આગળ એક મૃગ લાવીને કહ્યું કે આ મૃગને તું મારી નાખ. નહીં તે આ ખવડે હારૂં મસ્તક હું છેદીશ. આ પ્રમાણે રાજાનું અગ્ય વચન સાંભળી કુમારે વિચાર કર્યો કે અહો ! આ રાજા બહુ મૂઢ છે. કારણકે તે જીવતા સિંહની કેશવાલી કાપવાની ઈચ્છા કરે છે. વળી અપરાધ વિનાના મૃગાદિક પશુઓને હું મારતે નથી. તેથી આવી રીતે બોલવું શું તેને ઉચિત છે? ઠીક તે ગમે તેમ બોલે પરંતુ આ રાજા મહારો ઉપકારી છે. માટે એને વધ કરવે તે મહને ઉચિત નથી. એમ છતાં ધૈર્ય રાખીને જોઉં તે ખરે કે તે શું કરે છે એમ વિચાર કરી કુમાર બોલ્યા, હેનરેંદ્ર! આપને જેમ
ગ્ય લાગે તેમ કરે. પરંતુ મન, વચન અને કાયાથી આ નિરપશધી અનાથ મૃગની હું હિંસા કરવાનું નથી. વળી હે મહાશય ! જે આ શરીરને કેઈપણ સમયે નાશ ન થાય તેમ હોય તે આવું અકૃત્ય પણ હું કરૂં, પરન્તુ મરણતો નિશ્ચય થવાનું છે તે પછી લીધેલા નિયમને ત્યાગ કોણ કરે ? એમ સમજી પવનથી ચલાયમાન કમલપત્ર પર રહેલા જલબિંદુ સમાન ચંચળ એવા પ્રાણ માટે તય્યારે પણ પરપ્રાણોને વિનાશ કરવા યોગ્ય નથી. ભયથી નાશી જતા દીન અને પ્રમાદી પ્રાણુઓ ઉપર પ્રહાર કરવા તેનાથી બીજું આ જગતમાં ઉત્તમ પુરૂષને અધિક લજજાસ્પદ શું છે ? આયુધ રહિત એવા દીનવરીને પણ પિતાની આગળ ઉભેલ જોઈ મહાપુરૂષો કિંચિત્માત્ર પણ શસ્ત્ર ઉગામતાં લજજા પામે છે. તેમજ ખાસ અપરાધી હોય છતાં પણ જે તે પ્રકાર ન કરે તે તેને ઉત્તમ પુરૂ છેડી દે છે. વેરી ઉપર પ્રથમ પ્રહાર કરે તે પણ તેઓ પોતાના કુલને કલંક તરીકે ગણે છે, વળી જેઓ સૌમ્ય સ્વભાવવાળા, અપરાધ રહિત, તૃણમાત્રથી જીવન ચલાવતા અને ભયથી નાસતા હોય તેવા અનાથ પશુઓને જેઓ વધ કરે
For Private And Personal Use Only