________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મહેલ આવે. તેમજ ઉત્તમ અશ્વ, હાથી, રથ વિગેરે સામગ્રી જોઈએ તે પ્રમાણે બક્ષીસ કરી. ત્યારબાદ કુમારે પણ પિતાના વિરહ દુ:ખમાં પડેલાં માતાપિતાની શાંતિ માટે પોતાનું સર્વ વૃત્તાંત લખી એક પત્ર દૂત મારફતે પોતાના નગરમાં મોકલ્યા. એક દિવસ રાજા પોતે રાત્રીએ પલંગ ઉપર સુતે હતે.
અને વિજયચંદ્ર કુમાર તેના પડખામાં કુમારનું પરાક્રમ, જાગતો હતો. અર્ધ રાત્રીના સમયે રાજા
જાગ્રતું થયે તેવામાં નગરની બહાર કઈક સ્ત્રી કરૂણ શબ્દ રૂદન કરતી હતી, તેને શબ્દ રાજાને સાંભળવામાં આવ્યું, તેથી સંભ્રાંત થઈ રાજા બેલ્યા, હે કુમાર ! અર્ધ રાત્રીના સમયે આવા કરૂણ શબ્દો વડે રૂદન કરવાનું શું કારણ હશે? તેને તું તપાસ કરી જલદી સમાચાર લાવ. જેવી આપની આજ્ઞા, એમ કહી તરતજ કુમાર પોતાને ખ લઈ વિદ્યાના બલથી કિબ્રાનું ઉલ્લંઘન કરી નગરની બહાર ગયો, પછી તે શબ્દના અનુસારે સ્મશાનભૂમિમાં જઈ ત્યાં આસપાસ અવલોકન કરતું હતું, તેટલામાં ત્યાં પ્રબલ જવાલાઓથી ઉભરાઈ જતા અગ્નિકુંડમાં માંસના ટુકડાઓને હેમ કરતો એકગી તેના જેવામાં આવ્યું. અને તે માંસના ટુકડાઓ સારા લક્ષણવાળી એક સ્ત્રીની સાથળમાંથી તીક્ષણ છરીવડે ચીરીને કાઢતા હતા, જેની પીડાને લીધે તે સ્ત્રી છાતી ફાટ રૂદન કરતી હતી. તે જે કુમારને બહુ દયા આવી અને તે બોલે, રે અધમ ! યેગીને વેષ ધારણ કરી ચંડાલને પણ અનુચિત એવા આ સ્ત્રીવધને હું કેમ આરંભ કર્યો છે! એમ સાંભળતાં જ તે યેગી ભયાધીન થઈ ગયો અને બોલ્યો કે હે સુભટ! આ મહારા કાર્યમાં તમે વિઘભૂત થશે નહીં તેમજ કૃપા કરી મહારં એક વચન સાંભળે. ઉત્તમ લક્ષણધારી સ્ત્રી અથવા પુરૂષેની સાથળના માંસના એકસેને આઠ ટુકડાઓ મંત્રવડે અગ્નિકુંડમાં
For Private And Personal Use Only