________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કુમારના પ્રાણ પણ કંઠગત થઈ ગયા અને તેથી તે કંપવા લાગ્યા. તેમજ અશ્વ પણ થાકી ગયે. જેથી નીચે ઉતરી કુમારે તેના મુખમાંથી લગામ ઉતારી લીધી કે તરત જ તે અશ્વને દુર્જન સમાન જાણું તેના પ્રાણેએ તેને છોડી દીધે. કુમાર પણ મૂછિત થઈ ભૂમિ પર પડી ગયે. તેવામાં ત્યાં આગળ એક ભિલ્લ પિતાની સ્ત્રી સાથે જતું હતું. તેણે કુમારને મૂછિત જોઈ પવન વિગેરે ઠંડા ઉપચાવડે સચેતન કર્યો. બાદ કુમારે હાથની સંજ્ઞા બતાવી જલ માગ્યું એટલે તે જિલ્લની સ્ત્રી સમજી ગઈ અને બહુ શોધ કરી એક સરોવરમાંથી શીતલ પાણી લાવી તેણુએ કુમારના શરીરે છાંટયું કે તરતજ કુમાર બેઠે થી અને અમૃત સમાન જલપાન કરી સ્વસ્થ થયે. ત્યારબાદ સ્ત્રી પુરૂષ બન્ને જણાંએ બહુ પ્રેમપૂર્વક ભેજન માટે મધ તથા માંસ લાવી કુમારની આગળ મૂકયું, પરંતુ પિતાને મદ્ય અને માંસને ત્યાગ હેવાથી તેને સ્વીકાર ન કર્યો. તે જોઈ પુલિંદ બે, હે સ્વામિન્ ! અહીં મધ અને માંસ વિના અન્ય ફલાદિક કંઈપણ મળતું નથી. એમ તેઓએ બહુ કહ્યું તે પણ કુમાર પિતાના નિયમથી ચલાયમાન થયો નહીં. ત્યારબાદ પિતાની સ્ત્રી સહિત તે ભિલ્લ કુમારને છોડી અન્યત્ર ચાલ્યા ગયે. તેઓથી છુટા પડી કુમાર એકાકી બહુ ભૂખને લીધે અરણ્યમાં ફલાદિકના આહારની શોધમાં ભ્રમણ કરવા લાગ્યા. પરંતુ હેને કઈ પણ ઉપયોગી પદાર્થ મળે નહીં. ફક્ત મરી ગએલા મૃગાદિકનું માંસ તથા મદ્ય દરેક સ્થાને સુલભ હતું પરંતુ તે તેણે સર્વથા ત્યાગ કરેલું હતું. એ પ્રમાણે ભજન વીના કુમારે આઠ દિવસ વ્યતીત કર્યો. બાદ નવમા દિવસે ગજપુરનગરને રાજા ત્યાં મૃગયા રમવા માટે આવ્યે. તેનું સૈન્ય પણ ચારે તરફ પ્રસરી ગયું. તેવામાં ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠેલ અને પાણી વિના ઓઝ પણ જેના સુકાઈ ગયા હતા એવો તે કુમાર રાજાના જોવામાં આવ્યું..
વ્યતીત કયો
બ
ન્યા અને પાછું
For Private And Personal Use Only