________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
છું. માટે જલદી હારૂં મનવાંછિત સફલ થાઓ. ત્યારબાદ રાજા સૂરીશ્વરને વંદન કરી પિતાના સ્થાનમાં ગયે. રાજાને અમરકુમાર નામે એક પુત્ર હતો. જો કે તેને રાજ્યની ઈચ્છા નહોતી તે પણ તેની ગ્યતાને લીધે તેને રાજ્યમાં સ્થાપન કર્યો. ત્યારબાદ જેઓ દીક્ષા લેવા ઉત્સુક હતા તેઓને નગરમાંથી ઘોષણ કરાવી પિતાની પાસે બેલાવ્યા, અને અમરકુમાર પાસે જેઓને જેટલું દ્રવ્ય જોઈતું હતું તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરાવી. તેમજ તેઓના પિષણ કરવા લાયક કુટુંબની વિશેષ સંભાવના કરાવરાવી. એ પ્રમાણે તેઓની સમસ્ત ચિંતા દૂર કરાવી તેમને દીક્ષા ગ્રહણ કરવામાં ઉત્સાહિત કર્યા. પછી તે સર્વે લેકે તેમજ રાણીઓ અને અન્ય પ્રધાન પુરૂષ સાથે નલરાજાએ ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. વિધિ પ્રમાણે તેનું પાલન કરી સાઠ ભક્તની તપશ્ચર્યાવડે સમાધિ પૂર્વક દેહત્યાગ કરીને તે સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા અને અંતે આ ભરત ક્ષેત્રમાં જ સિદ્ધસ્થાન પામશે. મંત્રિ તિલકમંત્રી પણ નરેંદ્રની સાથે દીક્ષા લઈ કાળ કરી સૈધર્મદેવલોકમાં ઉત્પન્ન થઈ અનુક્રમે પાંચમા ભવે મોક્ષપદ પામશે.
॥ इति श्री पाखण्डिप्रशंसायां मंत्रितिलकमंत्रीकथानकं
શ્રીસુપાર્શ્વનાથ પ્રભુ બોલ્યા, હે દાનવીર્ય રાજા? મણિઓમાં
જેમ ચિંતામણિ અને વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ સમ્યકત્વ ઉત્તમ ગણાય છે તેમ સર્વ વ્રતોમાં સમ્યમહિમા. કત્વવ્રત શ્રેષ્ઠ ગણાય છે. વળી જેમ પક્ષિ
એમાં ગરૂડ, દેવમાં ઇંદ્ર, ગ્રહોમાં ચંદ્ર, રસમાં અમૃતસ, મનુષ્યોમાં ચક્રવતી અને મુનિઓમાં તીર્થ કર ભગવાન્ મુખ્ય ગણાય છે, તેમ સમસ્ત ગુણેમાં દર્શનગુણ શ્રેષ્ઠ જાણ. કારણકે સમ્યકત્વ રહિત જીવાત્માઓ નિર્દોષપણે
For Private And Personal Use Only