________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેને પક્ષ છેડે નહીં અને વિશેષમાં કહ્યું કે શું કેઈના પણ સદગુણ પ્રગટ કરવાથી સમ્યકત્વ મલિન થતું હશે ખરું? એમ તે એને વિવાદ ચાલતું હતું. તેવામાં પૃથ્વસ્થાન નગરમાંથી નલરાજાના ચર-ગુપ્ત પુરૂષાએ મોકલેલે એક લેખ આવ્યું. તેની અંદર લખેલું હતું કે હે સ્વામિન ? અહીંથી નીલ રાજાએ પરિવ્રાજકને વેષધારી એવા એક પુરૂષને આપને મારવા માટે મોકલ્યા છે. તેના શરીરની કાંતિ શ્યામવર્ણની છે. ઉમ્મર પાંત્રીશ વર્ષની થઈ છે. ધંધો વૈદકને કરે છે અને બોલવામાં બહુ વાચાલ છે. માટે તેને બહુ યત્નપૂર્વક પકડી લેવા તમે ભૂલશે નહીં. એ પ્રમાણે તે લેખ રાજાએ પોતે વાંચી તરત જ એકાંતમાં લેખાચાર્યને બેલાવી ફરીથી તે લેખ તેની પાસે બરાબર વંચાવી લેખના ટુકડા કરી જોયમાં દાટી દીધો. બાદ રાજાએ તત્કાળ મલ્લોને હુકમ કર્યો, તે પ્રમાણે મલ્લોએ સભામાંથી તે પરિવ્રાજકને ઉઠાવી તેના બન્ને હાથ વાળી નાખી તેને કારાગૃહમાં લઈ જતા હતા, તેટલામાં તેની પાસેથી કંકલેહની એક છરી પૃથ્વી પર પડી. તે જોઈ સર્વ સભાના લેકે વિસ્મય પામ્યા. મલ્લોએ ઝડપથી તે છરી લઈ રાજાને આપી. તે જોઈ રાજા બલ્ય, રે? આ શું? મંત્રી બોલે, જે કંઈ હોય તે આપ તપાસ કરી જુઓ. આપ જાણે છે. રાજા બલ્ય, મંત્રિનું? રાજ સભામાં આવા દુરાચારીને તું લાવે છે, અને વળી જૈન સાધુઓના ગુણે સમાન તેની પ્રશંસા કરે છે. જેના મત વિરૂદ્ધ એવા આ પાખંડીની પ્રશંસા કરવાથી હું પિતાનું સમ્યકત્વ અને મહારૂં જીવિત વૃથા ગુમાવ્યું. એ પ્રમાણે રાજાએ મંત્રીને બહુ તિરસ્કાર કરી તેની શિક્ષા માટે તેનું કંઈક ધન રાખી બાકીનું સર્વધન પોતાને સ્વાધીન કરી તેના સ્થાનમાં અન્ય મંત્રીને દાખલ કર્યો. બાદ મંત્રીએ વિચાર કર્યો, કે જીનેંદ્ર ભગવાનના વચન વિરૂદ્ધ વર્તવાથી મહને આ શિક્ષા બહુ થોડી થઈ છે. એમ
For Private And Personal Use Only