________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રિ તિલકમંત્રી કથા.
(૨૫૯ ). કિલ્લો કે દેવમંદિર તથા હવેલીઓ વિગેરે કઈપણ સ્થલ દષ્ટિગેચર થશે નહી. તેમજ સર્વ નગર સમુદ્ર સમાન કલાકાર થઈ જશે. એમ તે કહેતું હતું, તેટલામાં પવન બદલાઈને ઉત્તર દિશાને વાવા લાગ્યો, અને ક્ષણમાત્રમાં હસ્તતલ સમાન એક વાદળને ટુકડો આકાશમાં દેખાયો. બટુક બેલ્ય, સભ્યજને? ઉત્તર દિશા તરફ વાદળ જુએ કે તે કેવું દેખાય છે? અનુક્રમે તે વાદળ સમગ્ર આકાશમાં પ્રસરી જશે. તે સાંભળી સભામાં બેઠેલા સમસ્ત લેકે બટુકનું વચન સત્ય માની ભયભીત થઈ ગયા અને આકાશમાં ઉડવાની માફક ઉંચાં મુખ કરી જેવા લાગ્યા. બાદ જેમ જેમ પવન પ્રસરવા લાગ્યો તેમ તેમ વાદળ પણ પથરાવા લાગ્યું, ક્ષણ માત્રમાં વાદળાંઓએ પરસ્પર અહં બુદ્ધિથી ગગનાંગણ ઘેરી લીધું. ચારે તરફ મેઘની ગર્જનાઓ થવા લાગી, વળી પર્વતની ગુહાઓ તેમજ ભેંયરાં વિગેરેમાં ભરાઈ ગયેલ તે ગર્જનાના પ્રતિધ્વનિથી જાણે બ્રહ્માંડ ફેટ થયે હોય? અથવા દિગગજોએ પિકાર કર્યો હોય એમ લોકે વિતર્ક કરવા લાગ્યા. તેમજ ઐરાવત હસ્તિના કુંભસ્થલ ઉપર સ્થાપન કરેલા સુવર્ણ કળશના કિરછે હોય ને શું? તેમ વિજળીના ઝબકારા તડતડ શબ્દો સાથે ભુવનાંતરમાં વ્યાપી ગયા. વળી તે વિદ્યુલતાના પ્રચંડ વિલાસથી ક્ષણમાત્રમાં પ્રલયાનલની અતિ ચંચલ જવાલાવડે વ્યાપ્ત થયું હોય ને શું ? તેમ સર્વ જગત દેખાવા લાગ્યું. આ પ્રમાણે ભયંકર દેખાવ જોઈ નરેંદ્રાદિક સર્વે લોકે એકદમ ચકિત થઈ ગયા, તેટલામાં મુશલ ધારાએ વૃષ્ટિ થવા લાગી. પ્રલય કાળને સમુદ્ર મર્યાદા છોડી મનુષ્ય લેકનો પરાજય કરવા પ્રવૃત્ત થયા હોય ને શું ? તેમ ક્ષણમાત્રમાં અપાર જલપ્રવાહ વહેવા લાગ્યો. તે જોઈ એકદમ નગરમાં બહુ ભ ફેલાઈ ગયે. રાજા પણ ચિંતાતુર થઈ ગયો. અહો ? આ અકાલે પ્રલયકાળ આવ્યો. હવે
For Private And Personal Use Only