________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
પણ ચડતી સત્તા (રાજાને રાજા) દેવાધીદેવ છે તેમ કઈ પણ રાજવીને પ્રભુ સન્મુખ શીર જુકાવતો જોઈને સમજણ પડે છે. ભગવદ્ ગીતામાં પણ
चतुर्विधा भजन्ते मां, जनाः सुकृतिनोऽर्जुन ? ।
मा” जिज्ञासुरर्थार्थी, ज्ञानी च भरतर्षभ ? ॥ १॥ અથ–“ભરતવંશમાં ચૂડામણિ સમાન એવા હે અર્જુન? આ જગતની અંદર વ્યાધિથી ઘેરાયેલે, વિશેષ જીજ્ઞાસુ, અર્થની આકાંક્ષાવાળે અને જ્ઞાની એમ ચાર પ્રકારના જીવાત્માઓ હારું ભજન કરે છે, ” આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ દુનિયામાં અખંડ શક્તિમાન અને સમગ્ર - શ્વર્યવાન કેવલ પરમાત્મા જ છે. પરમાત્મ શક્તિનો ખ્યાલ થયા પછી બુદ્ધિના પકવતાના પ્રમાણમાં મનુષ્યને પરમાત્મ સ્વરૂપ એળખતાં ભિન્ન ભિન્ન દાર્શનિક ચર્ચા ઉપરથી જગત અને પ્રભુના સ્વરૂપમાં તેમજ અન્ય સૂક્ષ્મ તત્ત્વોના વિચારમાં અનેક સંશય તથા તર્ક વિતર્કના ઉહાપોહ પ્રગટ થાય છે અને તે તરફ તેનું લક્ષ બહુજ ખેંચાય છે. જેમકે પરમ દયાલુ પરમાત્મા રૂપી છે કે અરૂપી ! હવે જે તે અરૂપી હોય તે વિકારાતીત, નિરાકાર અને અદશ્ય જ તે ઠરે છે, તો પછી તેના અસ્તિત્વમાં શું પ્રમાણ? પ્રાચીન કાળમાં આપણે કેટલીક વાર ગર્ભવાસનું દુ:ખ અનુભવ્યું ? તે સંબંધી બીલકુલ ભાન હેતું નથી તો પછી સંસાર ચક્રમાં વારંવાર ભ્રમણ કરતા પ્રાણીને પુનર્જન્મ થાય તેથી તેને શી ચિન્તા ? કિંવા નવીન ઉત્પન્ન થાય તેથી હાનિ પણ શી ? વળી પૂર્વ સંચિત કર્મોના અનુસારેજ જીવોને શુભાશુભ બુદ્ધિ તેમજ સુખ દુ:ખાદિક સામગ્રી પ્રાપ્ત થતી હોય તે જે પ્રાણીનું પ્રથમજ આ ભવાટવીમાં આગમન થયું હોય તેને પૂર્વનાં સંચિત કર્મો વિના તે શુભાશુભ બુદ્ધિ પણ ક્યાંથી ફુરે? તેમજ સુખ, દુઃખ, શેક, મોહ અને દ્વેષાદિક ભાવનાઓ શાથી પ્રગટ થાય ? આ પ્રમાણે હજારો સંશય રૂપ તરંગો તેના હૃદયસાગરમાં ઉછાળા મારે છે, જેથી તેની મનોવૃત્તિ રૂપ રત્નશ્રેણી ક્ષણ માત્ર સ્થિર રહેતી નથી. અને ઉત્તરોત્તર તેની ચંચળતા નવીન નવીન ભાવને પામે છે. વળી યથાર્થ જ્ઞાનને પ્રકાશ તેના હૃદયમાં
For Private And Personal Use Only