________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
જેથી દરેક કાર્યમાં તેનું જ સ્મરણ કરે છે. સુધા લાગે ત્યારે મા ! તૃષા લાગે કે તરતજ મા ! અન્ય કંઈ દુઃખને સંભવ થાય તે મા ! ઠંડી લાગે તોપણ મા ! તેમજ જે કંઈ અસહ્ય અડચણ આવી પડે તેના ઉદ્ધાર માટે દીનમુખે માતા, માતા અને માતાનું જ તે સ્મરણ કરે છે, કેમકે તે સમયે તેના પ્રેમનું મુખ્ય સ્થાન માતા જ હોય છે, તેથી પિતાના સર્વ મનોરથ સિદ્ધ કરવામાં પૂર્ણ શકિતવાળી માતાને જ તે સર્વસ્વ માને છે. ધારણ, પિષણ, લાલન અને પાલન કરવામાં સામર્થ્યવાળી માતાને જ મુખ્યતાએ જાણે છે એટલું જ નહીં પરંતુ આ દુનિયામાં જે કોઈપણ મહાન શકિતવાળું હોય તો તે માતા જ છે અન્ય કોઈ નથી એમ તેના જાણવામાં આવે છે. વળી કેાઈવરબુદ્ધિથી પિતાને મારવા આવે કિંવા નેત્રાદિકના વિકાર સાથે બીવરાવે છે ત્યારે તે ભય પામીને પોતાનું ખાસ શરણુ માની માતાની ગોદમાં છુપાઈ જાય છે વળી તે એમ જાણે છે કે ત્રણ ભુવનમાં માતા સમાન અન્ય કોઈ રક્ષક છેજ નહીં પરંતુ જેમ જેમ તે બાલ્યાવસ્થાને ત્યાગ કરી અધિક જ્ઞાન શક્તિને મેળવે છે તેમ તેમ તેની પ્રાથમિક પ્રવૃત્તિ કેવલ અજ્ઞાન મૂલક જ છે એમ તેને સમજાય છે. તે સમયે તેને જ્ઞાન થાય છે કે અહા ! જેનો મુખ્ય આધાર રાખું છું તે માતા પણ મહારા પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરતી તેમની સેવામાં તત્પર રહે છે એટલું જ નહીં પરંતુ તેમનાં શિક્ષા વચન પણ પિતાનું કર્તવ્ય સમજી તે મૌન રહીને અંગીકાર કરે છે અને છાંયાની માફક તેમની સેવામાં હાજર રહે છે. વળી તે પોતાના મનમાં વિચાર કરે છે કે જે પરમ કૃપાળુ માતા દરેક સંકટ સમયમાં મહને વક્ષ:સ્થળમાં દબાવીને ધીરજ આપે છે તેના કરતાં પણ પિતાશ્રી તે બહુ સમર્થ છે. તેમની શક્તિ અતિ અદ્દભુત પ્રકારની છે. એમ જાણવા પછી કેટલાક સમય વ્યતીત થતાં કંઈક અધિક જ્ઞાનને પ્રકાશ થવાથી તે જ્ઞાન પણ તેનું પલટાઈ જાય છે અને તે જાણે છે કે આ મહારું મંતવ્ય બ્રાંતિમય છે. કારણ કે ઘરની અંદર છોકરાં જયાં વિગેરે પર અમલ ચલાવતા પિતા પણ રાજ સત્તાની કંઈ પણ આજ્ઞા મળતાં તકાળ તેને આધિન થાય છે એ જોવાથી તે સમજી જાય છે કે માતા-પિતા કરતાં પણ લેકમાં રાજ સત્તાને અધિકાર બળવાન છે. આ પ્રમાણે એક પછી એક ચડતી સત્તાને ખ્યાલ ઉમર વધતાં થતું જાય છે. અને અંતે તેજ બાળક મટીને પુરૂષ થતાં રાજાઓથી
For Private And Personal Use Only