________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રિતિલક કથા.
(૨૫૫ )
પણ તિરસ્કાર કરતા અને એકાંતમાં બેસી પરમતત્ત્વનું ધ્યાન ધરતા એવા એક માનધારી મુનીંદ્ર જોયા, શરીરની ચેષ્ટા ઉપરથી તેઓ સર્વથા વિમુક્ત દેખાતા હતા. તેમજ તેમની પેાતાની દૃષ્ટિ નાસિકાના ઋગ્રભાગ ઉપર સ્થિર હતી. યાગ્ય પ્રસ`ગ જોઇ મૃગ બાલ્યે, ભે ? ભેા ? આ મહાભાગ્યવત મુનિવરના ચરણ કમળમાં તમે ભકિતપૂર્વક વંદન કરો. તે સાંભળી રાજા અને મંત્રીએ અશ્વ ઉપરથી નીચે ઉતરી મુનીશ્વરને વિનયપૂર્વક વંદ્યના કરી. મુનિએ પણ તેઓને શિવ સુખદાયક ઉત્તમ ધર્મ લાભ આપ્યા. બન્ને જણ ભૂમિ ઉપર બેઠા તેટલામાં તેનું સૈન્ય પણ ત્યાં આવી પહાચ્યું. મુનિએ તેઓના હિત માટે ધર્મ દેશનાના પ્રારભ કર્યો, હે ભવ્યાત્માઓ ? અનાદિ કાળથી દરેક સમયે ઉપાર્જન કરેલા કર્મ બંધનને લીધે જીવાત્મા સે કડા દુ:ખરૂપી આવો વડે અતિ દુર્ગામ એવા સ ંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરે છે, તેમાં પણ ત્રસ અને સ્થાવર પ્રાણી એને દુ:ખી કરવાથી નરકસ્થાનમાં અનેક શસ્ત્રોના આઘાત વડે નાના પ્રકારની વેદનાએ અનુભવે છે. તિર્યંચ્ ચેાનિમાં પણ ક્ષુધા, તૃષાદિકથી શ્રાંત થઇ વાહન, દહન, અંકન અને કર્ણ છેદ વિગેરે અનેક દુ:ખેા સહન કરવાં પડે છે. મનુષ્ય ભવમાં પણ દરિદ્રતા, વ્યાધિ અને દાર્ભાગ્ય વિગેરે દુ:ખાવડે પીડાવું પડે છે. વળી એક તરફ વિષય તૃષ્ણા નચાવે છે છતાં બહુ પ્રયત્નથી પણ તે તૃષ્ણા નહીં શાંત થવાથી શેાચનીયદશા અનુભવતા તે વૃથા કાલક્ષેપ કરે છે. વળી કેાઇ પ્રકારે વિષયા પ્રાપ્ત થાય છે, તે તેએમાં બહુ આસકત થવાથી વિષયાભિલાષા અતિ વૃદ્ધિ પામે છે, પરંતુ તૃપ્તિ તે થતીજ નથી. કદાચિત્ તેના વિયેાગ થાય તે પ્રથમ સેવેલા વિષયાનુ સ્મરણ કરી તે મહેજ દુ:ખી થાય છે. જેથી નિદ્રા પણ આવતી નથી. તેમજ દેવભવમાં પણ મહુદ્ધિક દેવતાઓની અધિક સમૃદ્ધિ જોઇ બીજા અભિ
For Private And Personal Use Only