________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
બચાવે તેજ ક્ષત્રિય કહેવાય છે. તેમજ જેઓ ઉભયકુલ વિશુદ્ધ હાય અને ક્ષત્રિય કુળમાં વિજ સમાન ઉદ્યોતકારી હોય તેવા પુરૂષ તે બહુ નિંદવા લાયક એવા શત્રુ ઉપર પણ પ્રહાર કરતા નથી. વળી જેઓ મૂઢ હોય તેઓજ અપરાધ વિનાના અને શસ્ત્રાદિક રહિત ડક્કર તથા મૃગ વિગેરે દીન પ્રાણુઓને સંહાર કરે છે. તેથી તેઓને ક્ષત્રિયના ધર્મથી ભ્રષ્ટ થએલા પાપિષ્ટ જાણવા. રાજન્ ! શું તમારા ધનના ખજાનાઓ અમે લુંટી લીધા છે.? અથવા શું તમારા અંત:પુર, નગર કે સૈન્યને દુઃખ દીધું છે? જેથી તમે અનાથ પ્રાણુઓને મારે છે ? તેથી તમારા ક્ષત્રિયપણુને પણ ધિકકાર છે. બિચારા મૃગલાઓ વનની અંદર ચરે છે, ઝરણેનાં જળ પીએ છે અને કોઈને પણ અપરાધ કરતા નથી, તેમ છતાં પણ તમારા તરફથી આવી દુસહ પીડાએ તેમને ભેગવવી પડે છે. માટે હે સહુરૂષ! ક્રોધને ત્યાગ કર; કેમકે સ્વભાવ સરલ કરવામાં બહુ ફાયદે છે. સર્વ પ્રાણુઓ ઉપર દયા ભાવ રાખવો ઉચિત છે. એ પ્રમાણે મૃગલાનાં વચન સાંભળી વિસ્મિત થઈ રાજા બે, હે મંત્રિ તિલક ! શું પશુઓ પણ નિયચિત્તે મનુષ્ય વાણી બોલી શકે છે? મંત્રી બે , સ્વામિન્ ! આ દેવ અથવા કેઈ દાનવ હોવો જોઈએ અને કેઈપણ કારણને લીધે મૃગનું સ્વરૂપ ધારણ કરી તે અહીં આવ્યું છે. માટે જલદી આપણે અહીંથી ચાલે. અશ્વની લગામ ખુલ્લી મૂકે અને આ મૃગલે શું કરે છે? તે આપણે જોઈએ. રાજા તે પ્રમાણે અશ્વ ચલાવી મૃગની પાછળ થયે. મૃગ પણ પવનવેગે ઉન્નત ફાળે મારતે આગળ ચાલ્યો, પછવાડે રાજા અને મંત્રી ચાલ્યા જાય છે. અનુક્રમે મધ્ય વનમાં ગયા તેટલામાં ત્યાં શુદ્ધ સુવર્ણ સમાન
કાંતિવાળા, જેમની ભુજલતાઓ જાનુપર્યત મુનિદર્શન લાંબી છે, ચંદ્ર સમાન દર્શનીય છે મૂર્તિ
જેમના, વળી દેહની શોભાવડે કામદેવને
For Private And Personal Use Only