________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રિતિલક કથા.
(૫૩) જેણે લક્ષમીરૂપી સારિકા (મેન) સ્થિર કરી છે એ નલ નામે રાજા છે, જેના શરીરે, દંતવ્રણ (દંતવન) દંતક્ષત (પર્વતના એકદેશિયવન) વડે સુશોભિત, સગુણ (ગુણિ-પક્ષિઓ) વડે સેવવા લાયક અને ઉત્તમ છાયા સહિત વનરાજીની માફક સ્વચ્છ કાંતિમય રાજ્ય લક્ષમી શોભે છે. તેમજ ગંભીર મનરૂપી સમુદ્રને ઉલ્લાસ આપવામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન અને પ્રેમ વિલાસના ખાસ મંદિરરૂપ સૈભાગ્ય મંજરી નામે તેની સ્ત્રી હતી. વળી દુષ્ટ જનેને વિલય કરનાર, સમસ્ત જનેની પરીક્ષા કરવામાં અતિ દક્ષ, સુદ્દબુદ્ધિરૂપી રને રેહણ ગિરિ સમાન અને નીતિરૂપી તિલકવૃક્ષને ધારણ કરવામાં મલયાચલ સમાન મંત્રિતિલક નામે તેને મંત્રી હતા. તેના સર્વ રાજ્યમાં પ્રમાણભૂત તેમજ લેકમાન્ય પણ તેજ ગણાતું હતું. અને તે વૃદ્ધ જનેના માર્ગને અનુસરી નિરવ કાર્યમાં સદા રક્ત હતે. વળી સામ, દામ, દંડ, અને ભેદવિગેરે નીતિમાર્ગ સિવાય પદમાત્ર પણ પ્રવૃત્તિ કરતો નહોતે. એક દિવસે નલરાજા ઘોડે સવાર થઈ મૃગયા કરવા નીકળે.
મંત્રી પણ તેની સાથે અશ્વ ઉપર બેસી વનમાં પ્રવેશ. ચાલતે થયે. તેઓ બંને ઝડપથી વનમાં
ગયા. તેટલામાં તેની પાછળ સૈન્ય પણ ત્યાં પ્રસાર થઈ ગયું. મંત્રીની સાથે બહુ વેગથી રાજા મધ્ય વનમાં નીકળી ગયે. તેવામાં ત્યાં આગળ લાંબા અને મજબુત શીંગડાં વાળે એક મૃગલે તેણે જે કે તરત જ રાજા ધનુષ ચઢાવી તેને બાણ મારવાની તૈયારી કરે છે, તેટલામાં તે મૃગ બે, રાજન! તું ક્ષત્રિય થઈ આ શું કરે છે? શું આ કાર્ય તને ઉચિત છે? વ્યસનમાં આસક્ત થઈતું હને બાણ મારે છે. શું આવું નિંદ્ય કાર્ય કરતાં તને લજા પણ નથી આવતી? વળી તું ક્ષત્ર શબ્દને બીલકુલ અર્થ સમજતો નથી. કારણકે જેઓ સમસ્ત પ્રાણુ વર્ગને ભયથી
For Private And Personal Use Only