________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરવા લાગ્યા. અનુક્રમે દીક્ષા લઈ ધર્મધ્યાન કરી નિર્મળ ચરિત્ર પાળી તે પણ મોક્ષપદ પામ્યા. હે દાનવીર્ય ! આ પ્રમાણે સ્વલ્પ એ પણ પાખંડીને સમાગમ આ લેકમાંજ દુ:ખદાયક થાય છે. વળી જે પ્રાયશ્ચિત્ત ન લીધું હોય તે તેના સેવનથી નરકાદિક ગતિમાં પણ અનેક દુ:ખ ભેગવવાં પડે છે. અહીં ભીમકુમારને જે દુઃખ પડયું તે પાખંડીના સમાગમથી અને જે સુખ અનુભવ્યું તે સમ્યકત્વને પ્રભાવ છે, એમ સજજન પુરૂએ જાણવું.
"इति श्री पाखंडिसंस्तवे भीमकुमारोदाहरणं समाप्तम्"
मंत्रितिलकमंत्रीनी कथा.
પાખંડી પ્રશંસાતિચાર. દાનવીર્ય રાજા બે ભગવન્! પાખંડીનો પરિચય
કરવાથી જે દુ:ખ અનુભવાય છે તે સંબંધી પાખંડીની આપે યથાર્થ બોધ આપે, તેવી જ રીતે પ્રશ સા. પાખંડીની પ્રશંસા કરવામાં શો દેષ છે? તે
પણ કૃપા કરી કહો. સુપાર્શ્વ પ્રભુ બોલ્યારાજન ! પાખંડીની પ્રશંસા કરવાથી પાપની પુષ્ટિ અને સંતાપની વૃદ્ધિ થાય છે, એમ સમજી મંત્રીતિલક નામે મંત્રીની માફક સર્વથા પાખંડી લેકેની પ્રશંસા કેઈએ કરવી નહીં. તદ્યથા– સપુરૂષનું ઉત્પત્તિ સ્થાન, જેની અંદર નિરંતર ધર્મ સામગ્રીઓ પ્રવર્તે છે તેમજ ભૂમિરૂપી સ્ત્રીને તિલક સમાન, અને સુપ્રસિદ્ધ વિજયની માફક અતિ રમણીય વિજયપુર નામે નગર છે. તેની અંદર દુવર વૈરીઓની સ્ત્રીઓનાં હૃદયરૂપ કાષ્ઠને દહન કરવામાં દાવાનલ સમાન અને પિતાના સજજ ભુજ રૂપી વજી પંજરમાં
For Private And Personal Use Only